બોટાદ ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં ગરીબોની સેવા માટે ઠંડીમાં ગરમ કપડા, સ્ત્રીઓ માટે કપડા, તેમજ અન્ય ચીજવસ્તુઓ ગરીબોને મળે તે હેતુથી ઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગરીબો માટે માનવતાની મહેકનું કાર્ય કરવામાં આવ્યું હતું.
બોટાદમાં જરૂરિયાતમંદની મદદ કરી સામાજિક સંસ્થાએ માનવતા મહેકાવી - બોટાદ લેટેસ્ટ ન્યુઝ
બોટાદ: શહેરમાં ગરીબો માટે સેવાના હેતુથી ઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ. જેનું ઉદ્ઘાટન ઉર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ગરીબોની સેવા માટે માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
આ માનવતા મહેકનો મૂળભૂત ઉદ્દેશ્ય ગરીબો સુધી વસ્ત્રો તથા જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાનો હતો. જે લોકો પોતાના વસ્ત્રો અથવા જૂની ચીજવસ્તુઓ ફેંકી દેતા હોય છે, તેના બદલે ગરીબ લોકોને ઉપયોગમાં આવે તે હેતુથી આ માનવતા મહેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈ પુરુષ અને સ્ત્રી માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યમાં સહભાગી થવા માટે બોટાદ જિલ્લા SP તથા ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે લોકોને આહવાન કર્યુ હતું.
Last Updated : Jan 13, 2020, 6:27 AM IST