ગુજરાત

gujarat

ETV Bharat / state

કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો - કોળી સમાજની બેઠક મળી

ગુજરાતમાં જ્યારે મુખ્યપ્રધાન બદલાયાં ત્યારે ગુજરાત પ્રધાન મંડળનું પણ વિસ્તરણ કરવામાં આવશે, ત્યારે અખિક ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો ચાલી રહી છે.

કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો
કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો

By

Published : Sep 16, 2021, 2:30 PM IST

  • અખિલ ભારતીય કોળી સમાજના છે અધ્યક્ષ
  • આગેવાનોમાં જોવા મળ્યો રોષ
  • જરૂર પડશે તો બોલાવામાં આવશે સંમેલન

બોટાદ:હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપમાં ફરી નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવ્યા છે, ત્યારે જૂના પ્રધાનમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવશે. તેવી અટકળો ચાલી રહી છે. જેમાં પ્રધાન કુંવરજી બાવળિયાનું નામ હોવાની અટકળો ચાલી રહી છે. કુંવરજીભાઇ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ છે.

કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો

કુંવરજીભાઇ બાવળિયાના સમર્થનમાં બોલાવી કોળી સમાજની બેઠક

આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં યોજાઈ હતી. આ બેઠકમાં 50 થી વધુ આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. કુંવરજીભાઇ બાવળિયાને જો પ્રધાન તરીકે યથાવત રાખવામાં નહિ આવે તો ભાજપને ભરે પડવાની આપી પ્રમુખે ચીમકી. માત્ર ગુજરાત નહિ દેશના 18 રાજ્ય પર કોળી સમાજની વસ્તી હોઈ તેની અસર મળશે જોવા આગામી 2022 ની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપથી વિમુખ રહશે તેવું કોળી બોર્ડિંગના પ્રમુખે આપ્યું નિવેદન

કુંવરજીભાઇને પ્રધાન પદમાંથી વિમુખ કરવામાં આવશે

જો કુંવરજીભાઇને પ્રધાન પદમાંથી વિમુખ કરવામાં આવશે. તો આગામી દિવસોમાં કુંવરજી બાવળિયાના સમર્થનમાં ગુજરાતમાં બોલવામાં આવશે. મોટુ સંમેલન અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ સાથે કોળી સમાજના અગેવાનોમાં જોવા મળ્યું રોષ

ABOUT THE AUTHOR

...view details