ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ માર્કેટિંગ યાર્ડ તરફથી ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું

બોટાદ: તાલુકાની 52 જેટલી સેવા સહકારી મંડળીના મંત્રી તથા કારોબારી સભ્યોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ તરફથી કાયદાનું પાલન અને સુરક્ષાના હેતુસર આશરે 1400 જેટલાં હેલ્મેટનું વિતરણ કરાયું હતું.

ફ્રી હેલ્મેટનું વિતરણ

By

Published : Oct 26, 2019, 2:24 AM IST

શુક્રાવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ તાલુકાની તમામ સેવા સહકારી મંડળીના મંત્રી, કારોબારી સભ્યો, ખેડૂતો, માર્કેટીંગ યાર્ડના અન્ય ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.

બોટાદ માર્કેટિંગ યાર્ડ તરફથી ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું

કાયદાનું ચુસ્ત પાલન તથા માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ ન થાય તે હેતુથી શુક્રવારે બોટાદ માર્કેટિંગ યાર્ડ તરફથી આશરે 1400 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાની 52 જેટલી સેવા સહકારી મંડળીના મંત્રીઓ, કારોબારી સભ્યો, માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તથા માર્કેટિંગ યાર્ડના સ્ટાફને ફ્રી હેલ્મેટનો લાભ મળ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ બાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ.પટેલે જણાવ્યું કે, "આગામી સમયમાં ઓછા ભાવે ખેડૂતોને હેલ્મેટ મળી રહે તે માટે 4500 હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય રીતે હેલ્મેટની કિંમત 406 રૂપિયા હોય છે. જ્યારે ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવશે. 106 રૂપિયા માર્કેટિંગ યાર્ડ ભોગવશે."

ABOUT THE AUTHOR

...view details