ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લા અને નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં આમળા ઉત્સવનું આયોજન - botad samachar

બોટાદઃ પંડિત દીનદયાળ પ્રાથમિક શાળામ નંબર 1માં આમળા ઉત્સવનું આયોજન કરાયુ હતું. હાલ શિયાળાની ઋતુમાં વિટામિન 'c' થી ભરપૂર આમળા ફળ બજારમાં ભરપૂર ઉપલબ્ધ છે. એવા સમયે પંડિત દીનદયાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 1ના આચાર્ય દિલીપ ભલગામિયા દ્વારા ચાલુ વર્ષે સમગ્ર શિયાળા દરમિયાન શાળાના બાળકોને આમળા વિતરણ કરવામાં આવ્યા હતા.

etv bharat
બોટાદ જિલ્લા અને નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં આમળા ઉત્સવનું આયોજન

By

Published : Dec 16, 2019, 11:30 PM IST

આમળા ઉત્સવ કાર્યક્રમના પ્રારંભે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી વિશિષ્ટ શાળાના દિવ્યાંગ બાળકોને આમળાં વિતરણ કરવામાં આવ્યાં હતા. સામાન્ય રીતે શિક્ષક કે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે બાળકોને ચોકલેટ કે અન્ય પેન, પેન્સિલ જેવી ગિફ્ટ આપવામાં આવતી હોય છે, તેના બદલે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના જન્મદિવસ કે અન્ય તિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને શિયાળા દરમિયાન આમળા વિતરણ કરવુ જોઇએ તેવો સંદેશ પણ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details