બોટાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જેસિંગભાઈ ગાંડાભાઈ લકૂમ અને ઉપ પ્રમુખ પદે અનિલકુમાર કનૈયાલાલ શેઠની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી - gujarati news
બોટાદ: નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે થઈને ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજ રોજ નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઇ હતી.
બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી
છેલ્લા ઘણા સમયથી ચાલતા વાદ વિવાદના અંતે પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા રાજીનામા અપાયા બાદ તેની ચૂંટણી યોજાઈ હતી.
ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સભ્યોમાં અસંતોષ જોવા મળતા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખે રાજીનામા આપ્યા હતા. ત્યાર બાદ ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની સર્વાનુમતે વરણી કરી હતી.