- 30 એપ્રિલ સુધી હીરાબજારનું તમામ કામકાજ બંધ રહેશે
- 10 દિવસ માટે કારખાના અને હીરાની ઓફિસો રહેશે બંધ
- કોરોનાની ચેન તોડવા લોકડાઉનનો લેવાયો નિર્ણય
બોટાદ: શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોના પગલે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સતત આવી રહેલા પોઝિટીવ કેસોનું સક્રમણ રોકવા સ્વૈચ્છીક લોકડાઉન એ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે બોટાદ ડાયમન્ડ એસોસિએશનના હીરાબજાર ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સતત વધી રહેલા કેસોના પગલે ચર્ચાઓ થઈ હતી.
આ પણ વાંચો:ધોરાજી સજ્જડ બંધ: વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા શનિવાર અને રવિવારે બજાર સ્વયંભૂ બંધ