બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શન કરતા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ દર્શન કર્યા હતા. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા આશિષ ભાટિયાને આપી હનુમાન દાદાની પ્રતિમાના ફોટા સાથે ભાટિયાએ પરિવાર સાથે આરતીનો લાભ લીધો હતો.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કર્યા - Kashtabhanjan Hanuman Temple
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કર્યા હતા. આશિષ ભાટિયા બોટાદ પોલીસની મુલાકાત લેવા આવ્યા હતા.
Kashtabhanjan Hanuman Temple
ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા શનિવારે બોટાદ જિલ્લા પોલીસની મુલાકાતે આવ્યા હતા. બોટાદ પોલીસની મુલાકાત બાદ આશિષ ભાટિયા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યા હનુમાન દાદાના દર્શન કર્યા હતા.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા આરતી સમયે પણ હાજર રહ્યા હતા. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી આશિષ ભાટિયાને હનુમાન દાદાની પ્રતિમાનો ફોટો અપર્ણ કર્યો હતો. આમ આશિષ ભાટિયા પોલીસ વડા બન્યા બાદ પ્રથમ વાર બોટાદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.