ગુજરાત

gujarat

ETV Bharat / state

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા ગઢડા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારમાં લાગ્યાં - ગઢડા પેટાચૂંટણી

કેબિનેટપ્રધાન કુંવરજી બાવળીયાએ ગઢડા બેઠક પરની પેટાચૂંટણીને લઇને પ્રચારજંગમાં ઝૂકાવી દીધું છે. સૌરાષ્ટ્રના કદાવર કોળી નેતા ગણાતાં કુંવરજી બાવળીયાએ કોળી સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી. ગઢડા ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા ગઢડા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારમાં લાગ્યાં
કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા ગઢડા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારમાં લાગ્યાં

By

Published : Oct 10, 2020, 7:44 PM IST

બોટાદઃ કુંવરજી બાવળીયા ગઢડા પેટા ચૂંટણીના 106 વિધાનસભાના ભાજપના ઇન્ચાર્જ પણ છે. તેમણે ઢસા, વિકળિયા અને વાવડી ખાતે કોળી સમાજના આગેવાનો સાથે ચૂંટણી પ્રચારને લઇને તેમજ વિવિધ આયોજન સંદર્ભે બેઠક કરી હતી. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને બેઠક કરી હતી. ગઢડા બેઠકની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હોવાથી આ બેઠક ખાલી પડી છે.

કુંવરજી બાવળીયાએ ગઢડા બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ગઢડા પેટા ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યાં છે. ત્યારે ગઢડા વિધાનસભા 106 સીટના મધ્યથ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યાં બાદ ગઢડા વિધાનસભા સીટ 106ના ઇન્ચાર્જ કુંવરજી બાવળિયા આજે ગઢડાના ઢસા વિસ્તારના પ્રવાસે હતાં. કુંવરજી બાવળિયા દ્વારા કોળી સમાજ અને બક્ષી સમાજના લોકો સાથે ગઢડા પેટા ચૂંટણીને લઈ યોજી બેઠક કોળી સમાજ અને બક્ષી સમાજના લોકો સાથે રહેશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત હતો. આ સાથે અન્ય સમાજના લોકો સાથે પણ આગામી દિવસોમાં બેઠક યોજી આ બેઠક પર સંપૂર્ણ જીત મળે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોરોના ગાઈડલાઈન્સને લઇને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આજની મિટિંગમાં કોળી સમાજ આગેવાનો અને પ્રધાન બાવળીયા જોવા મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details