ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રામ મંદિર નિર્માણમાં 11,11,111 નો ચેક અર્પણ કરાયો - swaminarayan womwn temple

બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રામજન્મભૂમિ મંદિરના નિર્માણમા 11,11,111 રૂપિયા નિધિનો ચેક અર્પણ કરી આટલું મોટું દાન આપનાર જીલ્લાનું પ્રથમ મદિર બન્યું.

બોટાદ
બોટાદ

By

Published : Mar 8, 2021, 5:14 PM IST

  • સંતો, મહંતો,અને એસ.પી સહિત ના લોકો રહ્યા હાજર
  • શિક્ષાણાધિકારી ધારાબેનને અર્પણ કરાયો ચેક
  • સાંખ્યોગી જ્યોતિબેન દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ અભિવાન કરાયું

બોટાડ: બોટાડના શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ થઇ રહેલા રામ મંદિરમા 11,11,111 રુપિયાનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા આત્માનંદ સરસ્વતી મહંત, હર્ષદ મહેતા, ધારાબેન પટેલ, ડો. ટી. ડી. માણીયા, મોંટુભાઇ માળી, રસીકભાઇ કણઝરીયા, જિલ્લા મહામંત્રી અને પાઠશાળાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રામ મંદિર નિર્માણમાં 11,11,111 નો ચેક અર્પણ કરાયો

ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધન કર્યુ

આત્માનંદ સરસ્વતીએ વર્તમાન પરિસ્થિતિ અને ધર્મને ધ્યાનમા રાખી વક્તવ્ય આપ્યુ હતું. સાંખ્યોગી જ્યોતિબેન દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ અભિવાન કરાયું હતુ. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રૂપિયા 11,11,111નો ચેક શિક્ષાણાધિકારી ધારાબેનને અર્પણ કરાયો હતો. બોટાદ જિલ્લા કક્ષાએ બહેનો દ્વારા શ્રી રામ મંદિર નિર્માણમા આટલુ મોટો સહયોગ કરનાર પ્રથમ સંસ્થા છે. ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાબાદ સાંખ્યોગી બહેનો દ્વારા સ્મૃતિચિહ્ન સ્વરૂપે શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details