ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

બોટાદઃ કોંગ્રેસમાં રવિવારના રોજ મોટું ગાબડું પડ્યું હતું, બોટાદ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેન ડી.એમ પટેલ અને ત્રણ અન્ય ડિરેક્ટર કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપમાં જોડાયા છે. બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન ડી. એમ. પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસના પ્રવકતાએ પ્રતિક્રિયા આપી હતી.

બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા
બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

By

Published : Dec 29, 2019, 11:45 PM IST

કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપના જોડાઈ રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે, હજુ થોડા દિવસો પહેલા જ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સહિત પાંચ ડિરેકટર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા તો રવિવારના રોજ કોંગ્રેસના અગ્રણી અને બોટાદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.એમ પટેલ કોંગ્રેસમાં રાજીનામુ આપી ભાજપના અગ્રણીઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેઓની સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડના અન્ય ત્રણ ડિરેક્ટરો પણ ભાજપમાં જોડાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે ડીએમ પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં.

બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

ડીએમ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે. તેમજ આયાતું લોકોને કોંગ્રેસ પ્રોત્સાહન આપે છે. જેના કારણે પાયાના કાર્યકરોના રોષ જોવા મળે છે જેના કારણે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે અને તેઓ ભાજપમાં જોડાઈ કોઈ પણ ચૂંટણી લડવાના નથી. પરંતુ, ભાજપમાં રહી લોકોની સેવા કરશે.

ડીએમ પટેલ ભાજપમાં જોડાયા તે મુદ્દે મનહર પટેલે આપેલ છે કે ડીએમ પટેલ કોંગ્રેસ સાથે માત્ર શારીરિક રીતે જ જોડાયા હતા. વૈચારિક રીતે ક્યારેય કોંગ્રેસ સાથે જોડાયેલ નથી. ભૂતકાળમાં તેઓ બે વાર કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા તેઓ, ત્યારબાદ ક્યારેય વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડાયા નથી તેઓ માત્ર એપીએમસીના ચેરમેન પદે ચાલુ રહેવા માગે છે

વધુમાં તેઓએ જણાવ્યું કે જે વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને તે છોડી ને જાય તો દુઃખ લાગે અને નુકસાન જાય, ડી એમ પટેલના જવાથી કોંગ્રેસને નુકશાનીનો કોઈ સવાલ નથી.

ABOUT THE AUTHOR

...view details