બોટાદ: જિલ્લાના સેથળી ગામે વહેલી સવારે સાળંગપુર રોડ પર આવેલી વનમાળીભાઈ ગટુરભાઈ મોકાસણાના ભૂમિ રસ ડેપો કારખાનામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કોલ્ડ સ્ટોરેજ સહિત અંદરનો સામાન બળીને ખાખ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આગ એટલી ભીષણ હતી કે કારખાનાની દીવાલો પણ ફાટી ઞઇ હતી.
બોટાદ: સેથળી ગામમાં આવેલા કારખાનામાં આગ લાગતા લાખોનું નુકસાન - A huge fire broke out in a factory in Botad
બોટાદ જિલ્લાના સેથળી ગામમાં વહેલી સવારે ભૂમિ રસ ડેપો કારખાનામાં કોઇ અગમ્ય કારણોસર આગનો બનાવો બન્યો હતો. આગે ભીષણ સ્વરૂપ લેતા કારખાના સહિત કોલ્ડ સ્ટોરજ પણ બળીને રાખ થયુ હતું.
બોટાદ: સેથળી ગામમાં આવેલા કારખાનામાં આગ લાગતા, લાખોનું નુકસાન
આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા પ્રાથમિક વિગતો અનુસાર સોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવવમાં આવી રહ્યુ છે. તેમજ વહેલી સવારથી જીઈબીમા ફોન કરવા છતાં વાયરમેન પાંચ કલાક પછી સેથળી ગામે પહોંચ્યા હતા.