- રાજકીય પક્ષો દ્વારા બેઠકોના દોર શરૂ કરાયા
- જિલ્લા પ્રભારી દ્વારા જણાવેલ કે વોર્ડમાં સારામાં સારા ઉમેદવાર મુકાય
- બોટાદ શહેરનો વિકાસ કઈ રીતે કરી શકાય તેવા ઉમેદવારોની પસંદગી કરાશે
બોટાદ કોંગ્રેસે શેહેરના સંગઠનની બેઠક યોજાય
બોટાદ : નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થશે. જેના ભાગ રૂપે બોટાદ કોંગ્રેસ દ્વારા શહેરના સંગઠનની બેઠક નું આયોજન સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં બોટાદ જિલ્લા કોગ્રેસના પ્રભારી ભરતભાઈ કોટીલા સહિત જિલ્લા કોગ્રેસ પ્રમુખ તેમજ શહેર કોગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
ઉમેદવારોના બાયોડેટા સહિતની ચર્ચા કરાઈ
ગુજરાતમાં નગરપાલિકા,જિલ્લા પચાયત અને તાલુકા પચાયતની ચુંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની છે. ત્યારે આ ચુંટણીઓને લઈ ભાજપ તેમજ કોગ્રેસના રાજકીય પક્ષો દ્વારા બેઠકોના દોર શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બોટાદ નગરપાલિકાની ચુંટણી પણ આગામી દિવસોમાં યોજાવાની છે.ત્યારે તેના ભાગે રૂપે બોટાદ સર્કીટ હાઉસમાં કોગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા શહેરના સંગઠનની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બોટાદ જિલ્લા કોગ્રેસના પ્રભારી ભરતભાઈ કોટીલા, જિલ્લા કોગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર સહિતની હાજરીમાં યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિના સભ્યો, નગરપાલિકાના પૂર્વ સભ્યો શહેર સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.
શહેરનો વિકાસ કઈ રીતે કરી શકાય તેવા ઉમેદવારોની પસંદગી કરાશે
આગામી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી ને લઈ ઉમેદવારો સહિત નગરપાલિકા પર કોંગ્રેસની જીત થાય તેવા મહત્વના મુદા પર ચર્ચા કરવામાં આવી હતી.તો બીજી તરફ જિલ્લા કોગ્રેસ પ્રભારી દ્વારા જણાવેલ કે દરેક વોર્ડમાં સારામાં સારા ઉમેદવાર મુકાય અને ચુટાય અને લોકોના કામ કરી શકે તેવા ઉમેદવારોના બાયોડેટા સહિતની ચર્ચા કરી છે.તેમજ બોટાદ શહેરના સ્થાનિક પ્રશ્નો એની ખુબજ ચર્ચોઓ થાય છે અને કોગ્રેસના વિરોધપક્ષની કામગીરી સારી રહી છે. બોટાદની જનતાને સુખ ,શાંતિ અને સલામતી વાળી સગવડતા મળે તેવી કોગ્રેસની બોડી આવે તેવા પ્રયત્નો છે.ઉમેદવાર જન સપર્કમાં રહેતા હોઈ અને લોકોના કામોમાં ઉપયોગી હોઈ અને બોટાદ શહેરનો વિકાસ કઈ રીતે કરી શકાય તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.