ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરઉર્જા પ્રધાન દ્વારા ગરીબો માટે ભોજનાલય શરૂ કરાયું - બોટાદ

બોટાદમાં સૌરઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા ગરીબોની સેવા માટે ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોના વાઇરસની મહામારીને લઈને લોકડાઉનના કારણે ગરીબો સુધી ભોજન મળી રહે તેવા હેતુથી ભોજનાલય શરૂ કરવામાં આવ્યુ છે.

સૌરઉર્જા પ્રધાન દ્વારા ગરીબો માટે ભોજનાલય શરૂ કરાયું
સૌરઉર્જા પ્રધાન દ્વારા ગરીબો માટે ભોજનાલય શરૂ કરાયું

By

Published : Apr 1, 2020, 4:26 PM IST

બોટાદ : હાલની કોરોના વાઇરસની મહામારીને લઈને વડાપ્રધાન દ્વારા લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં હાલમાં ગરીબ અને મજૂર વર્ગના લોકોને મજૂરીકામથી દૂર રહેવું પડે છે અને હાલમાં આવા સંજોગોમાં લોકો ભૂખ્યા ન રહે તેઓને પૂરતું ખાવાનું મળી રહે અને લોકડાઉનનનો અમલ પણ ચૂસ્ત રીતે કરવામાં આવે તેમજ ગરીબ તથા મજૂર વર્ગના લોકોને કોઈ મુશ્કેલી કે હાલાકીનો સામનો કરવો ન પડે તેવા હેતુથી બોટાદના સૌરઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ દ્વારા બોટાદ ખાતે ગગજીની ઝૂપડી પાસે ગરીબોની સેવા માટે ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યકરો દ્વારા તથા સેવાભાવી લોકો દ્વારા ઘરે ઘરે પહોંચી ભોજન વિતરણ કરવામાં આવે છે.

સૌરઉર્જા પ્રધાન દ્વારા ગરીબો માટે ભોજનાલય શરૂ કરાયું

આ તકે પ્રધાન સૌરભભાઈ પટેલ દ્વારા ભોજનાલયની રૂબરૂ મુલાકાત લઇ તપાસણી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, સવાર અને સાંજ બંને સમયે આશરે ત્રણક હજાર લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details