ગુજરાત

gujarat

ETV Bharat / state

ઢસા ગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ - gadhda news

બોટાદ જિલ્લાના ઢસાગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં પોલીસ પર યુવકને ખોટી રીતે માર મારવાનો આક્ષેપ છે.

botad news
botad news

By

Published : Mar 27, 2021, 5:50 PM IST

  • પાર્કિંગ બાબતે પોલીસ અને પાન દુકાન સંચાલક વચ્ચે બોલાચાલી
  • 150 કરતા વધારે ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
  • 3થી 4 વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી

બોટાદ: જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામમાં રાજકોટ ભાવનગર ચોકડી પાસે કાર પાર્કિંગ મુદ્દે એક પાન દુકાન સંચાલકને પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસે માર મારવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ વિરુદ્ધ ઉમટી પડવાની ઘટનાથી ભારે ચકચાર મચી હતી. આ મુદ્દે જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ઢસાગામ ચોકડી પાસે એક પાનની દુકાન સામે અડચણ થાય તેવી રીતે પોલીસ સ્ટાફના માણસોએ એક કાર પાર્ક કરતા દુકાનદાર તરફથી અડચણ ન થાય તે રીતે કાર પાર્ક કરવા અને ત્યાંથી કાર લઈ લેવા કહેતા આ કારમાં સિવિલ ડ્રેસમાં રહેલા અને નહી ઓળખી શકેલા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો ભારે બિચકાયો હતો.

ટીયર ગેસ છોડવા પડતા અફડાતફડીનો માહોલ ફેલાયો

મળતી માહિતિ અનુસાર 3 પોલીસમેન દ્વારા કાર લઈ લેવા જેવી બાબતમાં બોલાચાલી થતાં એક યુવકને ખોટી રીતે માર મારવાની ઘટનાથી વાયુવેગે સમાચાર ફેલાઈ જતા ઢસા પંથકના એક જ મોટા સમાજના લોકોના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ઉમટી પડ્યાં હતા. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતનો સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઢસા દોડી આવ્યો હતો અને કાબૂ બહાર ઉશ્કેરાયેલા ટોળાને કંટ્રોલ કરવા માટે ઢસા પી.આઈ. તરફથી રિવોલ્વર કાઢવી પડી હતી. તેમજ ટોળાને કાબૂમાં લેવા પોલીસને 3 જેટલા ટીયર ગેસ છોડવા પડતા અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઢસાગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ

3થી 4 જેટલા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો -ABVPની ગુંડાગીરી ફરી આવી સામે, રજૂઆત દરમિયાન પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી

આ દરમિયાન થયેલી ભાગદોડમાં 3-4 વ્યક્તિને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ગઢડા અને ત્યાર બાદ ભાવનગર તેમજ લાઠી ખસેડવા પડ્યા હતા. આ મુદ્દે મોડી સાંજ સુધી ચાલુ રહેલી માથાકૂટના અંતે પોલીસ તરફથી હરદીપસિંહ ગીરવતસિંહ ગોહિલ અનાર્મ, પોલીસ કોન્સ્ટેબલ નંબર- 382 નોકરી ઢસા પોલીસ સ્ટેશનની ફરીયાદ હકિકત મુજબ પાન દુકાન સંચાલક સામે ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ 150 કરતા વધારે લોકોના ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કરવામા આવ્યો હતો, ત્યારે પાનના દુકાનદારના સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોચી જ્યાં સુધી પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ ન નોંધો ત્યાં સુધી પોલીસ મથકે બેસવાની માગ સાથે પોલીસ મથકે બેસી ગયા હતા અને અંતે 3થી 4 જેટલા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે ટીયર ગેસના 3થી 4 સેલ છોડ્યાં

ગઢડા તાલુકાના ઢસા ગામે પાનની દુકાનદાર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી મામલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ મથકે એકઠા થયા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. જેથી ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના 3થી 4 સેલ છોડ્યાં હતા. જ્યારે અમુક નામ જોગ તેમજ 150 જેટલા લોકોના ટોળા વિરૂદ્ધ રાયોટીગ સહિતની ફરીયાદ દાખલ કરી છે. તેમજ સામા પક્ષના આગેવાનોએ કરેલી રજૂઆત બાબતે અમે તપાસ કરીશું. તેમ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો -જગન્નાથ રથાયાત્રાઃ બેરિકેડને લઈ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલી

સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

ઢસા ગામે ચાર રસ્તા પર પાનની દુકાન ચલાવતા નરેશભાઈ ગોલેતરને ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ દુકાન સામે આવી નરેશભાઈને બેફામ માર મારીને પોલીસ મથકે લઈ ગયા અને ત્યાં પણ ઢોર માર માર્યો હતો. જેથી સમાજના લોકો પોલીસ મથકે પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યાં હતા. પરંતુ પોલીસ દ્વારા તમામ આગેવાનોને પણ ગાળો બોલી મારમાર્યો હતો. તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જ્ઞાતિ વિરૂદ્ધ અપમાનિત શબ્દો બોલ્યા હતા. તેથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેથી પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જેમા ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી ભાવનગર અને લાઠી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બપોરના 3થી 4 કલાકે સમાજના આગેવાનો પોલીસ વિરૃધ્ધ ફરિયાદ નોધાવવા રજૂઆત કરવા છતાં પોલીસ ટસની મસ ન થઈ અને આખરે ત્રણથી ચાર જેટલા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. પરંતુ નિર્દોષ યુવાનને મારમારનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પગલા ભરી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સમાજના આગેવાનોએ માગ કરી છે. તેમજ જો અમને ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details