- કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા
- ઉમેદવારોના સમર્થનમાં યોજાઈ સભા
- ભાજપની વિકાસ લક્ષી કામગીરીની આપી માહિતી
બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણી પ્રચાર માટે લાગી ગયા છે. જેને લઈ બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની પાળીયાદ સીટ અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવારના સમર્થનમાં પાળીયાદ ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની જાહેર સભા યોજાઈ હતી.