- કોરોના કેસ વધતા કેટલાય વેપારી મંડળો કરી રહ્યા છે સ્વૈચ્છીક લોકડાઉન
- ભાવનગરના વાળુકડ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનનો લેવાયો નિર્ણય
- ગામવાસીઓને સહકાર આપવા કરવામાં આવી અપિલ
ભાવનગર : જીલ્લામાં વધતા કોરોના સંક્રમણનાં કેસોને લઈને ગ્રામ્યકક્ષાએ સંક્રમણને રોકવા સ્વૈછિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાળુકડ ગામે ગુરુવારે રોજ ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા એક બેઠક દરમિયાન સંક્રમણને રોકવા આવતી શુક્રવારથી સ્વૈછિક લોકડાઉન રાખવા નિર્યણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારે 6થી બપોરના 12 સુધી આવશ્યક ચીજવસ્તુઓ અને રોજગાર ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.
ભાવનગર જીલ્લાના વાળુકડ ગામે કોરોના સંક્રમણ રોકવા સ્વૈછીક લોકડાઉન નિર્ણય કર્યો આ પણ વાંચો : ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અવ્યવસ્થા, સુપ્રીટેન્ડન્ટે ભૂલ ઢાંકવાના કર્યા પ્રયત્નો
કોરોના સંક્રમણ ને લઈ વાળુકડ ગામે ગ્રામ પંચાયતની બેઠક
ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા 100 આંકને પાર પહોચી રહ્યો છે ત્યારે સંક્રમણ ગ્રામ્ય સુધી પહોચતા અને કેસોમાં વધારો થતા ગામડાઓ સંક્રમણને રોકવા સ્વેછિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે વધુ એક ભાવનગર જીલ્લાના વાળુકડ ગામે આજે કોરોના સંક્રમણને રોકવા માટે ગુરુવારે ગ્રામપંચાત બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં ગામના આગેવાનો તેમજ સરપંચ ઉપસરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહી નિર્ણય લેવામાં આવ્યો છે કે શુક્રવારે 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી સ્વૈછિક લોકડાઉન રાખવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ઉપરાંત રોજગાર સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવેલ સ્વૈછિક લોકડાઉન ને ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવતા પંચાયતે ગ્રામજનોણો આભાર માનવામાં આવ્યો હતો.