ગુજરાત

gujarat

By

Published : Mar 30, 2021, 7:18 PM IST

ETV Bharat / state

સરકારે 3301.92 કરોડની સેસ વસૂલી, કામદારો પાછળ માત્ર 1356.64 કરોડનો જ ખર્ચ કર્યો

રાજ્ય સરકારે બાંધકામ સાઈટ અને બાંધકામ સાથે સંકળાયેલા કામો પાસેથી સેસ પેટે 3301.92 કરોડની વસૂલી કરી છે, પરંતુ કામદારો પાછળ વિવિધ યોજનાઓ થકી ખર્ચ કર્યા બાદ 1945.28 કરોડની બચત કરી છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

  • કામદારો પાછળ ખર્ચ કરવામાં પણ સરકારને 1945.28 કરોડની બચત
  • વર્ષ 2019માં 4725.28 લાખનો ખર્ચ, વર્ષ 2020માં 9296.64 લાખનો ખર્ચ
  • વર્ષ 2020માં મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના પેકેજમાંથી 25000.00 લાખની કરાઇ સહાય

ગાંધીનગર : સરકાર બાંધકામ સાથે સંકળાયેલા કામદારો માટે વિવિધ યોજનાઓ લાગુ પડી રહી છે. જેમાં પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, કૌશલ્યવર્ધન તાલીમ યોજના, વ્યવસાય રોગોમાં સારવાર યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના, નાનજી દેશમુખ આવાસ યોજના, તબીબી સહાય યોજના, સલામતી અને સ્વાસ્થ્ય વીમા યોજના, પ્રસુતિ સહાય યોજના, ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, કોરોના કવચ, માહિતી શિક્ષણ અને પ્રસારણ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના થકી કામદારોને વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં સરકારે 1356.64 કરોડનો ખર્ચ કર્યો હતો.

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 25000 લાખનો ખર્ચ કર્યો

આ પણ વાંચો -વલસાડ જિલ્લામાં 164 પ્રાથમિક શાળા બંધ થવાને આરે, સરકારી શાળાઓ મર્જ કરવાની કામગીરી શરૂ

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 25000 લાખનો ખર્ચ કર્યો

સરકારે વર્ષ 2019માં વિવિધ યોજનાઓ થકી કામદારો માટે 4725.28 લાખનો ખર્ચ કર્યો હતો. વહીવટી ખર્ચ 355.72 લાખનો થયો હતો. વર્ષ 2020માં 9296.64 લાખનો ખર્ચ કર્યો હતો. વહીવટી ખર્ચ 355.16 લાખનો થયો હતો. આ સાથે કોરોનાની મહામારીમાં મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 25,000 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો

ABOUT THE AUTHOR

...view details