ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: ભાવનગરમાં ત્રણ દિવસથી ગાયબ કારચાલકનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો

ભાવનગર શહેરમાં બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી કારચાલકનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ઠાડચ ગામનો રહેવાસી શખ્સ ઘરેથી ત્રણ દિવસથી લાપતા હતો. ત્યારે ભાવનગર જવાહર મેદાનની ખુલ્લી જગ્યામાં પડેલી કારમાંથી કાર ચાલક મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 8:58 PM IST

ભાવનગર:જવાહર મેદાનની ખુલ્લી જગ્યામાં એક ઉભેલી ઇક્કો કારમાં ચાલક મૃત હાલતમાં મળી આવ્યો છે. ચાલક મૃત હાલતમાં મળતા પોલીસ દ્વારા સ્થળ પર જઈને કાયદેસર કાર્યવાહી કરીને મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગામડામાં રહેતો ઇક્કો ચાલક ત્રણ દિવસથી ઘરેથી નીકળ્યો હતો. જે મૃત હાલતમાં ત્રણ દિવસ બાદ મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલકનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો

ઈકો કારમાંથી મળ્યો મૃતદેહ:જવાહર મેદાન નજીક આવેલા અન્ય ખુલ્લા મેદાનના પ્લોટમાં એક ઇક્કો કાર સફેદ કલરની ઉભી હતી. આ કાર ગત રાત્રીની હોવાનું સ્થાનિકોમાંથી સાંભળવા મળતું હતું. GJ 04 DA 3351 નમ્બરની ઇકો કારમાં એક મૃતદેહ હોવાનું ખુલ્યું હતું. નિલમબાગ પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચીને મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ત્રણ દિવસથી ગાયબ: મહેશ જાદવે જણાવ્યું હતું કે મારા કાકા ભાડે કાર ચલાવે છે. અમને ઠાડચ એમના ઘરેથી ફોન હતો કે ત્રણ દિવસથી ગયા છે અને ફોન લાગતો નથી. તમે ત્યાં તપાસ કરોને એટલે અમે પેલા ગાડીઓના સ્ટેન્ડમાં બજારમાં જોયું પછી ખબર પડી ગાડી અહીં છે. કાકાને દારૂ પીવાની ટેવ હતી. બીજું કાંઈ નથી.

હાર્ટ એટેકનું અનુમાન:નિલમબાગ પોલોસ સ્ટેશનના પીઆઇ પી ડી પરમારે જણાવ્યું હતું કે આ ભાઈ 15થી 16 વર્ષથી ગાડી ભાડે ચલાવતા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોત છે. હાર્ટ એટેક આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. બાકી સત્ય પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. પીએમ થયા બાદ FSLમાં પણ જશે અને વધુ માહિતી ત્યાર બાદ આવશે.

પીએમ બાદ સામે આવશે હકીકત:ઇકો ચાલકના મોત પગલે વિવિધ અટકળો: ઇકો કારચાલક હિમતભાઈ જાદવ મૂળ ઠાડચ ગામના રહેવાસી છે. પરંતુ તેનો મૃતદેહ તેની ભાડાની કારમાં મળવા પગલે પણ અનેક અટકળો લાગી રહી છે. પરિવારમાંથી દારૂ પીવાની લત જણાવવામાં આવે છે ત્યારે શું બીજી કોઈ બાબત હોઈ શકે ? જો કે અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ પીએમ રિપોર્ટમાં કારણ સામે આવશે કે હત્યા છે કે આકસ્મિક કુદરતી મૃત્યુ.

  1. Bhavnagar News : સિહોરમાં ડેન્ગ્યુથી આઠ વર્ષની બાળકીના મોતનું જવાબદાર કોણ ?
  2. Bhavnagar murder case : ભાવનગરમાં પૈસાની લેવડ દેવડમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details