ગુજરાત

gujarat

ETV Bharat / state

The Battle of Haifa : ભાવનગરના શૂરવીરોની ગાથાનું અજાણ્યું પાનું, ધ બેટલ ઓફ હાઇફા

ભારતીય શૂરવીરોની ગાથાનું અજાણ્યું પાનું એટલે ધ બેટલ ઓફ હાઇફા . પ્રથમ વિશ્વયુદ્ધમાં પેલેસ્ટાઈનના હાઈફા બંદર ઉપર ભાવનગર, જોધપુર અને મૈસુરના સૈનિકોએ બ્રિટિશ માટે લડાઈ લડી હતી. આ લડાઈ પરંપરાગત શસ્ત્રોની સામે દેશી શસ્ત્રની લડાઈ હતી. જેની યાદમાં આજે પણ ભારત અને ઇઝરાયેલમાં ધ બેટલ ઓફ હાઇફા ડે ઉજવવામાં આવે છે.

The Battle of Haifa
The Battle of Haifa

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 6:22 PM IST

Updated : Sep 22, 2023, 6:47 PM IST

ભાવનગરના શૂરવીરોની ગાથાનું અજાણ્યું પાનું

ભાવનગર :ભાવનગરનું રજવાડું આપોઆપમાં શૂરવીરતા દર્શાવે છે. ત્યારે ઇઝરાયેલની ઉત્પત્તિમાં ભારતના રજવાડાઓનો ફાળો છે. ભાવનગર સહિતના અન્ય રજવાડાઓની પહેલા વિશ્વ યુદ્ધની લડાઈ આજે પણ યાદ કરીને તે દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

The Battle of Haifa Day : ઈઝરાયેલ સાથે ભારતમાં 23 સપ્ટેમ્બરના રોજ હાઈફા દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં પેલેસ્ટાઈનના હાઈફા બંદર ઉપર ભાવનગર, જોધપુર અને મૈસુરના સૈનિકોએ બ્રિટિશ માટે લડાઈ લડી હતી. આ લડાઈ પરંપરાગત શસ્ત્રોની સામે દેશી શસ્ત્રની લડાઈ હતી. જેમાં ભારતના રજવાડાઓએ અત્યાધુનિક શાસ્ત્રો સામે જીત મેળવી હતી. ત્યારબાદ તે ભૂમિ ઉપર ઇઝરાયેલ નામનો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. જેને પગલે આજે ભારત અને ઇઝરાયેલમાં ધ બેટલ ઓફ હાઇફા ડે ઉજવવામાં આવે છે.

ઇઝરાયલ દેશની સ્થાપના

શા માટે હાઇફા દિવસની ઉજવણી ?પેલેસ્ટાઈનના હાયફા બંદર ઉપર ઓટોમન અને જર્મન રાજ્યનું સામ્રાજ્ય હતું. ત્યારે બ્રિટિશરોએ ભાવનગર, જોધપુર અને મૈસુર રાજ્યના સૈનિકોની એક સેના હાઇફા બંદરે યુદ્ધ માટે મોકલી હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં 1918માં 23 સપ્ટેમ્બરના રોજ હાઇફા બંદર ઉપર જોરદાર યુદ્ધ લડવામાં આવ્યું હતું. જોકે ઓટોમન અને જર્મની પાસે મશીનગન, બંદૂક અને તોપગોળાઓ હતા. જ્યારે ભાવનગર, જોધપુર અને મૈસુરની સેના પાસે શસ્ત્રમાં માત્ર ઘોડેસવારો, તીર કામઠા અને તલવાર હતી. જેમાં ત્રણેય દેશી રજવાડાના સૈનિકો લાન્સર્સ, અશ્વદળ અને સિગ્નલમેન સૈનિકોએ પરાક્રમ બતાવીને જીત મેળવી હતી. આ જીતને આજે પણ ધ બેટલ ઓફ હાઇફા ડે તરીકે ઉજવવામાં આવે છે.

ભાવનગરમાં હાઇફા ડે : દિલ્હી બાદ ધ બેટલ ઓફ હાઇફા ડે ઉજવવાની શરૂઆત ભાવનગર શહેરમાં થઈ છે. દિલ્હીમાં દર વર્ષે હાઇફા ડેની ઉજવણી તીન મૂર્તિ હાઈફા ચોક ખાતે કરવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં 2021 માં 350 પૂર્વ સૈનિકોની ઉપસ્થિતિમાં જિલ્લા માજી સૈનિક અને ક્રાંતિવીર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટ દ્વારા હાઇફા ડે ઉજવવાનો પ્રારંભ થયો હતો. ત્યારે 2023 ના 23 સપ્ટેમ્બરની ઉજવણી થનાર છે. જેમાં અધ્યક્ષ પદે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી રાઓલ રહેવાના છે. ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સભાખંડ ખાતેની ઉજવણી થનાર છે.

ધ બેટલ ઓફ હાઇફા ડે

ઇઝરાયલ દેશની સ્થાપના : પેલેસ્ટાઈનના હાયફા બંદર ઉપર જીત મેળવ્યા બાદ બ્રિટિશરોએ છેલ્લા અઢી હજાર વર્ષથી પૃથ્વી ઉપર જગ્યા શોધતા યહૂદીઓને વસવાટ કરવા માટે જમીન આપી દીધી હતી. જેને પગલે 1948 માં ઇઝરાયેલ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. ઇઝરાયેલના અભ્યાસક્રમમાં પણ આજે હાઇફા ડેના યુદ્ધનું શિક્ષણ આપીને ભાવનગર, જોધપુર અને મૈસુરના સૈનિકોની શૂરવીરતાની શોર્ય દર્શાવવામાં આવે છે.

  1. ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન, હાઇફા ડેની પ્રથમ વખત ઉજવણી થશે
  2. Gujarat Formation Day 2023 : હેપ્પી બર્થ ડે ગુજરાત, રાજ્યની સ્થાપનાના 63 વર્ષ પૂર્ણ, જાણો ગુજરાત રાજ્ય બનવાની ગાથા
Last Updated : Sep 22, 2023, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details