ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ઘઉંની ચોરી માટે તળાજા માર્કેટીંગ યાર્ડનો થયો પર્દાફાશ

તળાજા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલા ઘઉંની ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો. ગોડાઉનના અંદરના લોકોની જ સંડોવણી હોવાનું ખેડૂતો કહેતા હોવા છતાં તંત્રએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ઘઉંની ચોરી માટે તળાજા માર્કેટીંગ યાર્ડનો થયો પર્દાફાશ
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ઘઉંની ચોરી માટે તળાજા માર્કેટીંગ યાર્ડનો થયો પર્દાફાશ

By

Published : Apr 8, 2021, 3:44 PM IST

Updated : Apr 8, 2021, 6:10 PM IST

  • પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો
  • જે અંગેની ઓડિયો ક્લીપ અને સીસીટીવી પણ વાઇરલ થયા છે
  • પોલીસે 19 ખેડૂતોની ફરિયાદના આધારે તપાસ કરી હતી



ભાવનગરઃ સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ટેકાના ભાવે ઘઉં ખરીદવાનુ કેન્દ્ર તળાજા યાર્ડને ફાળવ્યું છે. જેને લઈ તળાજા પંથકના ખેડૂતે ત્રણેક દિવસથી પોતાના ઘઉં ટેકાના ભાવે વેચાણ કરવા માટે લાવ્યા હતા. જેમા રવિવાર અને સોમવાર જે ખેડૂતે પોતાના ઘઉં લાવ્યા હતા, તેમાથી અમુક ખેડૂતોના ઘઉં ઓછા થયાની ફરિયાદ થઇ હતી. જેને લઈ ઉપસ્થિત સરકારી પ્રતિનીધિને ખેડૂતોએ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની માગ કરી હતી. એજન્સી દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી ના આપતા ખેડૂતો યાર્ડ સેક્રેટરી પાસે ગયા હતા.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ઘઉંની ચોરી માટે તળાજા માર્કેટીંગ યાર્ડનો થયો પર્દાફાશ

આ પણ વાંચોઃવડોદરા ખાણખનીજ વિભાગે ઈંટોલા ગામની સિમમાંથી બિનઅધિકૃત માટી ખોદકામનો પર્દાફાશ કર્યો

19 ખેડૂતોની ફરિયાદ અને નિવેદનના આધારે પોલીસ તપાસ શરૂ કરાઇ

સેક્રેટરી અજિત પરમારના ચેમ્બરમાં જઈ રજૂઆત કરતા સેક્રેટરી દ્વારા યાર્ડના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તેમા સ્પષ્ટ રીતે ચોરી થતી હોવાનું દેખાતા ગોડાઉન મેનેજરને ફોન કરી બોલાવ્યા પરંતુ તેઓ નહિ આવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ તપાસ શરૂ થતા અને પૂછપરછ કરતા મજૂરો દ્વારા સમગ્ર ઘટનામાં ચોરી કરવાની વાત સરકારી ગોડાઉનના મેનેજર મનભા ગોહિલની સૂચના પ્રમાણે અંજામ અપાયો હોવાની કબૂલાત કરી હતી. આ અંગેની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે, સાથે જ યાર્ડ સેક્રેટરી દ્વારા સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા છે. જો કે પોલીસ દ્વારા ઓડિયો ક્લીપ એફએસએલમાં મોકલી આગળની તપાસ હાથ ધરાઈ છે. 19 ખેડૂતોની ફરિયાદ અને નિવેદનના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો.

આ પણ વાંચોઃઅરવલ્લી પોલીસે રાંધણગેસના કાળાબજારનો કર્યો પર્દાફાશ

રાત્રે 12.45 કલાકે અમુક મજૂરો ચોરી કરતા સ્પષ્ટ દેખાયા હતા

યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા સીસીટીવી ચેક કરતા તેમાં રાત્રે 12.45 કલાકે અમુક મજૂરો ચોરી કરતા સ્પષ્ટ દેખાયા હતા. ચોરી કોના કહેવાથી કરાઇ અને તેમાં જવાબદાર લોકોને પકડવા પોલીસ અને મામલતદાર પણ તપાસમાં જોડાયા હતા. આ મામલો પોલીસ મથકે પહોંચતા સમગ્ર ઘટનાની કબૂલાત મજૂરોએ કરી હતી.

Last Updated : Apr 8, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details