ગુજરાત

gujarat

ETV Bharat / state

તળાજાના સાખડાસર નેશનલ હાઇવે 8 Eને વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

આજ ગુરુવારે સવારના 9.30 કલાકે તળાજાના સખડાસર ગામના પાટીયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલમાં પહોંચવાનું હોય, ત્યારે એસટી બસ ઉભી નહીં રખાતા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ કાયમી ઉકેલ ન આવતો હોય તેથી હજારોની સંખ્યામાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

Bhavnagar
Bhavnagar

By

Published : Feb 4, 2021, 10:57 PM IST

  • તળાજાના સાખડાસર ગામના પાટીયા પાસે વિદ્યાર્થીઓએ નેશનલ હાઇવે 8 Eને કર્યોં ચક્કાજામ
  • વિદ્યાર્થીઓ માટે એસટી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ ભરાયા રોષે
  • એસટી બસ ઉભી નહીં રખાતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઇને કર્યો ચક્કાજામ
  • પોલીસે આવીને મામલો સંભાળ્યો
  • રાજકીય નેતાઓ પણ મધ્યસ્થી માટે આવી પહોંચ્યા

ભાવનગર: તળાજાના સખડાસર ગામના પાટીયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, કોરોના મહામારીને લીધે સ્કૂલ-કોલેજ બંધ હતા. જે હમણાંથી જ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે તળાજાના સાખડાસરના વિદ્યાર્થીઓ આજે સ્કૂલે જવા નેશનલ હાઇવેના પાટીયા પાસે આવી જતા અને ઘણો સમય બસની રાહ જોયા બાદ કોઈ બસ ઉભી નહીં રાખતાં વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો હતો અને એસટી બસ, ટ્રક અને નાના મોટા વાહનોને રોકી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સાખડાસર નેશનલ હાઇવે 8 Eને વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

તળાજા પોલીસ આવી જતા વિદ્યાર્થીઓને સમજવા કોશિષ કરી

આ ઘટનાની તળાજા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જતા ટ્રાંફિક શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ સાથે મસલત કરવા લાગેલા પણ વિદ્યાર્થીઓને ડેપો મેનેજર આવે અને કમિટમેન્ટ આપે પછી જ રોડ પરથી ઉભું થવાનું જણાવેલું હતુ.

રાજકીય આગેવાનો મધ્યસ્થી બનતા ટ્રાફિક શરૂ થયો

આ બાબતની જાણ તળાજાના રાજકીય આગેવાનોને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી અને મધ્યસ્થી કરી હતી. આમ પોલીસ અને રાજકિય આગેવાનોએ વિદ્યાર્થીઓને બસ સ્ટોપ આપવાની બાંહેધરી આપ્યા બાદ નેશનલ હાઇવે 8 E શરૂ કર્યો હતો. આમ આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 8 E ઉપર તળાજા નજીક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલe ચક્કાજામને કારણે કરાયેલા રોડ બ્લોક શરૂ થતાં 3 KM જેટલી લાઈન થતા રોડ ક્લિયર થવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details