ગુજરાત

gujarat

ETV Bharat / state

CAA સમર્થનઃ ભાવનગરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ 1 લાખ પોસ્ટકાર્ડ લખ્યા - bhavnagar news updates

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુળના વાલીઓ અને વિદ્યાર્થીઓએ 1 લાખ પોસ્ટકાર્ડ લખી CAAના સમર્થનમાં એક રેકોર્ડ નોંધાવ્યો છે. જેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધાવી લીધા હતા. સંસ્થાએ જીતુ વાઘાણીને પોસ્ટકાર્ડ સોપી સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.

ભાવનગર
ભાવનગર

By

Published : Feb 8, 2020, 1:26 PM IST

Updated : Feb 8, 2020, 1:59 PM IST

ભાવનગરઃ સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ રાખવામાં આવી હતી. વિદ્યાર્થી અને વાલીઓએ મળીને એક લાખ પોસ્ટ કાર્ડ લખીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ગુરૂકુળના વિદ્યાર્થીઓના એક લાખ પત્ર અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ CAAના સમર્થનમાં 1 લાખ પોસ્ટકાર્ડ લખ્યા

સ્વામિનારાયણ ગુરૂકુળ શાળાના કાર્યક્રમમાં જીતુ વાઘાણીને અતિથિમાં આમંત્રિત કરીને પોસ્ટકાર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. પોસ્ટકાર્ડથી CAA લખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. CAAના સમર્થન કરતા પત્ર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સોંપીને સરકાર સુધી પહોંચડવા વિનંતી કરાઈ હતી.

Last Updated : Feb 8, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details