3 માર્ચના રોજ શહેરના નિલમબાગ પેલેસમાં ગુજરાત સ્ટેટ બોડિબિલ્ડિંગ એસોસિએશનના ઉપક્રમે પુરુષ ફિઝિક્સ તથા મહિલા ફિઝિક્સ, પુરુષ બોડીબિલ્ડિંગ તથા પુરુષ ક્લાસિકલ બોડીબિલ્ડિંગ સ્પર્ધા તેમ અલગ-અલગ ચાર વિભાગમાં બોડિબિલ્ડિંગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાવનગરસ રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો પણ ભાગ લેવા માટે આવી પહોંચશે. સ્પર્ધાની મુખ્ય વાત છે કે, આ સ્પર્ધામાં સૌપ્રથમ વખત મહિલા વિભાગની સ્પર્ધા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ભાવનગરના આંગણે યોજાશે રાજ્યકક્ષાની પ્રથમ બોડિબિલ્ડિંગ સ્પર્ધા
ભાવનગરઃ કલા અને સંસ્કૃતિનું પિયર ગણાતું ભાવનગર હવે સ્વાસ્થ્ય બાબતે પણ સતત સજાગ બની રહ્યું છે. ભાવનગરના આંગણે આગામી રવિવારે રાજ્યકક્ષાની બોડિબિલ્ડિંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યકક્ષાની આ બોડિબિલ્ડિંગ સ્પર્ધા માટે ભાવનગર સ્ટેટના યુવરાજે પણ વ્યક્તિગત રસ દાખવી આયોજકો અને સ્પર્ધકો માટે લાલજાજમ બિછાવી છે.
સ્પોટ ફોટો
પ્રથમ વખત ભાવનગરના આંગણે આ સ્પર્ધા યોજાવા જઈ રહી હોવાથી ત્યારે તેનું આકર્ષણ અલગ જ જોવા મળી રહ્યું છે. તો આ સ્પર્ધામાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે પણ વ્યક્તિગત રસ દાખવ્યો છે. તેમણે ભાવનગરના યુવાધન અને ખાસ કરીને ભાવનગરની જનતા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધા ભાવનગરના આંગણે યોજાય તે માટેની તમામ સુવિધાઓ આપવાની તૈયારી દર્શાવી છે. આ તકે તેમણે આ સ્પર્ધામાં પ્રવેશ વિનામૂલ્યે રાખવાની જાહેરાત કરી છે.