- સોનગઢના માલવણ ગામે માતાની હત્યા કરનાર પુત્રને કોર્ટે આજીવ કેદની સજા ફટકારી
- નવ મહિના પહેલા દંતાળના દાતા પોતાની માતાના પેટમાં માર્યા અને ઢીકાપાટુનો માર માર્યો હતો
- આરોપીના ભાભીએ આરોપી જ્યેન્દ્રસિંહ સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ
ભાવનગર: જિલ્લાના સોનગઢ પાસે આવેલા માલવણ ગામે નવ મહિના પહેલા પુત્રએ માતાની હત્યા કરી હતી. 28/12/2020ના જ્યેન્દ્રસિંહના ભાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે જ્યેન્દ્રસિંહ આજીવન કેદની સજા ફટકારી હતી.
પુત્રએ શા માટે કરી હતી હત્યા અને કેવી રીતે કરી હત્યા
સોનગઢ પાસે આવેલા માલવણ ગામે જ્યેન્દ્રસિંહ લીલુભા ગોહિલ અને તેની માતા વસનબા લીલુભા ગોહિલ 75 વર્ષીય સાથે રહેતા હતા. જ્યેન્દ્રસિંહ કોઈ કામ ધંધો નહિ કરતો હોવાથી વારંવાર માતા સાથે બોલાચાલી થતી હતી. તારીખ 28/12/2020 ના રોજ સવારમાં જ્યેન્દ્રસિંહએ પોતાની માતા વસનબા લીલુભા ગોહિલને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ખેતીમાં વપરાતી દંતાળના દાંતા પોતાની માતાને પેટના ભાગે માર્યા હતો. માતાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમયાન મૃત્યુ થયું હતું. આરોપી જ્યેન્દ્રસિંહના ભાભીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં જ્યેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.