ભાવનગર: શહેરમાં આવેલી મહાનગરપાલિકાની શાળાઓમાં ભગવત ગીતાના (Bhavnagar Municipal Corporation )પાઠન બાદ શિક્ષણ સમિતિઓમાં કાર્યવાહી આદરી દેવામાં આવી છે. પરંતુ શાળાઓમાં સંસ્કૃતના શિક્ષકો કેટલા ? સંસ્કૃતથી ફાયદો શું ? દરેક સવાલો અંતે અમે આ ખાસ અહેવાલ બનાવ્યો છે જાણો.
શાળામાં શિક્ષકોની સંખ્યા -ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ભગવત ગીતાને શિક્ષણમાં સમાવેશ (Inclusion of Bhagwat Gita in education)કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સંસ્કૃત શિક્ષકો કેટલા ? આ સવાલ વચ્ચે શિક્ષણ સમિતિની કુલ શાળામાં શિક્ષકોની(Gujarat Education Department)સંખ્યા અને સંસ્કૃત શિક્ષકો ભગવત ગીતાના આગમનથી શું ફાયદો તે જાણવાની કોશિશ ETV Bharat એ કરી છે. જાણો સંપૂર્ણ વિગત.
શિક્ષણ સમિતિની શાળામાં કુલ શિક્ષક અને સંસ્કૃત શિક્ષકની સ્થિતિ -ભાવનગર મહાનગરપાલિકાની 55 શાળાઓ છે. આ શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 708 શિક્ષકોનું છે. જેમાં 599 શિક્ષકો છે. 109 ઘટમાં 63 પ્રવાસી શિક્ષકની ભરતી (Decline of Sanskrit teachers)કરવામાં આવેલી છે. આમ 709 કુલમાંથી પણ હજુ 43 શિક્ષકોની ઘટ હાલમાં તો છે જ ત્યારે હવે વાત કરીએ સંસ્કૃત શિક્ષકોની તો શિક્ષણ સમિતિની શાળામાં ભાષા અંતર્ગત સંસ્કૃત શિક્ષકો 21 માત્ર છે. જેમાં HTAT 5 શિક્ષકો આચાર્ય છે. એટલે રહ્યા માત્ર 55 શાળા વચ્ચે 16 શિક્ષકો. શાસનાધિકારી યોગેશ ભટ્ટનું હેવું છે કે ભાષાના કુલ 123 શિક્ષકો છે. સંસ્કૃત માટે અમે હાલમાં ચિન્મય મિશનનો લાભ મેળવી દરેક ભાષાના શિક્ષકોને ભાગવત ગીતા માટે તાલીમ આપવા કોશિશ કરી રહ્યા છીએ.