ભાવનગરઃ શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી માહોલ અને ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા સાથે ભાવનગરનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. કાળા વાદળો વચ્ચે અમી છાંટણા સાથે વરસાદ પડ્યો હતો.
ભાવનગરમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ભાવનગરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ અચાનક ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે ધાબા પર રહેલી સોલાર સીટ ઉડી ગઈ હતી અને ભારે પવનના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.
Bhavnagar news
ગાજવીજ સાથે પવનથી વરસાદી ઝાપટાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે ધાબા પર રહેલી સોલાર સીટ ઉડી ગઈ હતી. ભારે પવનના કારણે તારાજી જેવો માહોલ સર્જાયો હતો. વાવાઝોડું ભાવનગરમાં પ્રવેશ્યું હોઈ તેવો માહોલ ઉભો થયો હતો.