ગુજરાત

gujarat

ETV Bharat / state

બજેટમાં સ્ક્રેપ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયાની સીધી અસર અલંગ જહાજ ઉદ્યોગ પર થશે - Ship recycling capacity

સોમવારે રજૂ થયેલા બજેટમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા વધારવા આશરે 4.5 મિલિયન (એલડીટી) કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે રોજગારીની વુધુ તકો ઉભી થશે. પંરતુ શીપ એસોસિએન પ્રમુખનું કહેવું છે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે તેના લીધે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજોમાં ઘટાડો થઈ શકે છે.

Alang
Alang

By

Published : Feb 2, 2021, 10:56 AM IST

Updated : Feb 2, 2021, 11:17 AM IST

  • બજેટની અસર અલંગ ઉદ્યોગ પર
  • યુરોપ અને જાપાનમાંથી ભારતમાં વધુ જહાજો ભંગાણ માટે લાવવાના થશે પ્રયાસો
  • બજેટમાં 2024 સુધીમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા વધારવા આશરે 4.5 મિલિયન (એલડીટી) કરવાની દરખાસ્ત રજૂ
  • વધુ જહાજો ભંગાણ માટે આવશે તો રોજગારીની વધુ તકો ઉભી થવાની આશા - નાણા પ્રધાન

ભાવનગરઃ સોમવારે નાણા પ્રધાન નિર્મસા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યુ હતું. જેમાં અલંગને લઈ એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024 સુધીમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા વધારવા આશરે 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન (એલડીટી) કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. જેને કારણે યુરોપ અને જાપાનમાંથી ભારતમાં વધુ જહાજો ભંગાણ માટે લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમજ વધુ શીપો અલંગ ખાતે આવવાના કારણે અલંગ ઉદ્યોગ તેમજ તેની સાથે સંકળાયેલ ઉદ્યોગોમાં વેગ આવવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ જહાજો ભંગાણ માટે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે

દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં ખાસ અલંગનો ઉલ્લેખ કર્યો હતો અને ટનેજને ડબલ કરવાની વાત કરી હતી તે આવકાર્ય છે. પરંતુ ઈમ્પોર્ટ કરેલ સ્ટીલ સ્ક્રેપ ઉપરની ડ્યુટી પણ આ બજેટમાં ઘટાડેલ છે, તેમજ અલંગ ખાતે આગામી દિવસોમાં વધુ જહાજો ભંગાણ માટે આવે તે માટે ૪.૫ મિલયન લાઈટ એલ.ટી.ડી ની જાહેરાત કરવામાં આવતા અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ શીપ બ્રેકરો દ્વારા બજેટમાં જાહેર કરેલ અલંગ બાબતે યુરોપિયન યુનિયનના જહાજો હવે થી ભાવનગરના અલંગ ખાતે ભંગાવવા આવશે પણ એની સાથે એના નિયમો પણ બનાવવા પડશે જે પણ કયાંકને ક્યાંક થોડા હળવા રાખવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અલંગ માટેની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ જહાજો ભંગાણ માટે આવશે તો રોજગારીની વધુ તકો ઉભી થવાની પણ આશાઓ જાગી છે. આ ઉપરાંત અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં પણ વેગ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સએ બજેટને આવકાર્યું

દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2021-22 નું કેન્દ્રીય બજેટ રજુ કરેલ છે. તે અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે રજુ કરવામાં આવેલ આ બજેટ આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડીયાને પ્રોત્સાહન આપનારું બની રહેશે.

શિપ એસોસિએશન પ્રમુખની પ્રતિક્રિયા

નાણા પ્રધાન સીતારામણ દ્વારા બજેટ દરમિયાન અલંગ ખાતે વધુ જહાજો ભંગાણ અર્થે આવે તે માટે જે પોલીસી જાહેર કરવામાં આવી છે. તેના પર અલંગ શીપ એસોસિએશન પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અલંગ માટે ખાસ કોઈ જોગવાઈ બજેટમાં કરવામાં આવેલી નથી પરંતુ જે પ્રમાણે સ્ક્રેપ ઈમ્પોર્ટ ડ્યુટી જીરો કરવામાં આવી છે તેની સીધી અસર શીપ બ્રેકીંગ ઉદ્યોગ પર થવાની છે. સરકાર દ્વારા બજેટમાં જે પ્રમાણે અલંગમાં જહાજો માટે એલટીડી મુજબ લાવવાની વાત છે એ ઇન્ટરનેશનલ લેવલે શીપ બ્રેકીંગ વાયેબલ થવું જોઈએ. આ ઉપરાંત અન્ય દેશોમાં પણ શીપ યાર્ડો આવેલા છે અને જ્યાં જહાજોના ઉંચા ભાવો મળે ત્યાં શીપ કટિંગ માટે જતા હોય છે. બજેટમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે તેના લીધે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજોમાં ઘટાડો થઈ શકે છે.

Last Updated : Feb 2, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details