ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં વારસાઈ પગલે નોકરી આપવાની માંગ સાથે ધરણા

ભાવનગર ભારતી મજદૂર સંઘે મહાનગરપાલિકાના પટાંગણમાં પ્રતીક ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Bhavnagar news
Bhavnagar news

By

Published : Oct 14, 2020, 7:45 PM IST

ભાવનગર: ભારતી મજદૂર સંઘે મહાનગરપાલિકાના પટાંગણમાં પ્રતીક ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મજદૂર સંઘની માંગ છે કે, વારસાઈમાં ગુજરાતમાં એક માત્ર ભાવનગર મહાનગરપાલિકા સફાઈ કામદારને રોજગારી નથી આપતી તેથી વિરોધ કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં ધરણા
ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મજદૂર સંઘે વારસાઈ પ્રમાણે સફાઈ કામદારના પરિવારોને નોકરી આપવામાં નહીં આવતી હોવાને પગલે વિરોધ વ્યકત કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ભારતીય મજદૂર સંઘ સફાઈ કામદારના પ્રશ્ન લઈને પ્રતીક ધરણા પર બેસ્યા હતા. ગુજરાતમાં સાત મહાનગરપાલિકામાં વારસાઈમાં નોકરી આપવામાં આવતી હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જ માત્ર કાયદો નહીં હોવાનું કહીને શાબ્દિક પ્રહારો દ્વારા ધરણા કરાયા હતા. પ્રતીક ધરણામાં સફાઈ કામદારો પણ જોડાયા હતા અને વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળ ટેકો આપીને ધરણામાં જોડાઈ ગયું હતું.
ભાવનગરમાં ધરણા

મજદૂર સંઘની અન્ય પણ માંગણીઓ હતી. જેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી, એવામાં મજદૂર સંઘ વાટાઘાટો કરવા તૈયાર છે પણ મનપાનુ વલણ હકારાત્મક રહે તો નહિતર આંદોલન કરવાની ફરજ પડશે તેમ મજદૂર સંઘે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details