ભાવનગરઃ કોરોના મહામારીએ શિક્ષણને થોભ્યા બાદ ટેકનોલોજીના સહારે શિક્ષણને વેગવંતુ બનાવવા પ્રયત્નો હાથ પણ ધર્યો છે, ત્યારે ઓનલાઇન શિક્ષણમાં યુવતીઓની પ્રાઇવેસીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પણ ભાવનગરમાં યુવાવયે ચાલતી કોલેજ શિક્ષણમાં હજુ અનિચ્છીય બનાવ બન્યો નથી, પણ યુવતીમાં એક ડર જરૂર યથાવત રહે છે.
પ્રાઇવેસીની ચિંતા ગઈ કોઈ ફરિયાદ નહીં થતા યુનિવર્સીટી માટે ઓનલાઈનના નવા દ્વાર ખુલ્યા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોરોનાને કારણે અંધકારમય બની ગયું હતું. ત્યારે વિકાસની એક કડી એટલે ટેક્નોલોજીનો સહારો શિક્ષણ જગતે મેળવ્યો અને શિક્ષણ પુનઃ શરૂ થયું છે. ત્યારે ભાવનગરમાં ઓનલાઇન ક્લાસ ચાલવાની સાથે યુવતીઓમાં ડર જોવા મળી રહ્યો છે.
પ્રાઇવેસીની ચિંતા ગઈ કોઈ ફરિયાદ નહીં થતા યુનિવર્સીટી માટે ઓનલાઈનના નવા દ્વાર ખુલ્યા યુવતીઓ કોલેજના ક્લાસ મોબાઈલ દ્વારા ભરી રહી છે, પણ પ્રશ્ન એક જ છે કે તેમનો નંબર સ્પ્રેડ થયો છે, જેનો ગેરૂપયોગ ભવિષ્યમાં થાય નહિ સાથે પ્રોફેસરો વ્યવસ્થિત કેમેરામાં સામે આવી રહ્યા છે, તો મહિલા પ્રોફેસર પણ વ્યવસ્થિત કેમેરામાં આવી રહ્યા છે. જો કે આજદિન સુધી કોઈ પ્રાઇવેસીનો કિસ્સો સામે નથી આવ્યો, ત્યારે આગામી દિવસોમાં ભાવનગર સફળતા ઓનલાઇન શિક્ષણમાં પ્રાપ્ત કરશે તેવી આશા વિદ્યાર્થીનીઓ વ્યક્ત કરી રહી છે.
પ્રાઇવેસીની ચિંતા ગઈ કોઈ ફરિયાદ નહીં થતા યુનિવર્સીટી માટે ઓનલાઈનના નવા દ્વાર ખુલ્યા ભાવનગરમાં કોલેજો પણ ઓનલાઇન શિક્ષણ આપતી થઈ ગઈ છે, આજદિન સુધી માત્ર સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ મનોરંજન અને સમય પસાર કરવા માટેનું સ્ત્રોત હતું. પરંતુ ઓનલાઇન શિક્ષણના પગલે હવે ઈન્ટરનેટ જેવી સુવિધાનો સદુપયોગ ભાવનગરમાં થતો જોવા મળે છે. ઘરમાં બેસીને શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓને શિક્ષણ મળી રહ્યું છે. જે ડર પ્રાઇવેસીનો હતો, તેમા પણ કોઈ કિસ્સો બન્યો નથી. એટલે યુવતીઓ હવે ઓનલાઇન શિક્ષણને સારું માની રહી છે.
પ્રાઇવેસીની ચિંતા ગઈ, કોઈ ફરિયાદ નહીં થતા યુનિવર્સીટી માટે ઓનલાઈનના નવા દ્વાર ખુલ્યા જો કે પ્રાઇવેસી મામલે ભાવનગર યુનિવર્સિટી પણ ઓનલાઇન શિક્ષણ બાબતે નજર રાખતી હોવાથી એવા કિસ્સા બનવા પાછળ ઘણું કાબુ મેળવી શક્યું છે. યુનિવર્સિટી પણ માને છે કે વિદ્યાર્થી અને શિક્ષકોએ ઓનલાઈનમાં કેમેરા સામે વ્યવસ્થિત રહીને બંનેએ પોતાની ફરજ નિભાવી છે.
પ્રાઇવેસીની ચિંતા ગઈ કોઈ ફરિયાદ નહીં થતા યુનિવર્સિટી માટે ઓનલાઈનના નવા દ્વાર ખુલ્યા ટેક્નોલોજી હવે પશ્ચિમી દેશો નહિ પણ ભારત દેશને પણ ફાયદાકારક સાબિત થઈ છે, એટલે કે ઘેર બેઠા ઓનલાઇન ભાર વગરનું ભણતર અને યુવતીઓને વાલી સામે શિક્ષણ અને માતાપિતાની ચિંતા પણ હળવી કરી છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટીને ઓનલાઇન શિક્ષણ પ્રથા ભવિષ્યમાં લાગુ કરવી હોય તો તકલીફ કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહિ.