ભાવનગર: જયપુર ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે, જેમાં 200 શ્રોતાઓ માટેની તંત્ર દ્વારા પરવાનગી (Approval for 200 listeners In Ramkatha) આપવામાં આવી છે, પરંતું જે પ્રકારે કોરોનાના કેસોનો અને ત્રીજી લહેર (third wave of corona) ઓમીક્રોનના કેસોનો (Omicron case In Gujarat) રાફળો ફાટ્યો છે. જેને પગલે મોરારીબાપુએ એક પહેલ (Moraribapu started initiative) કરી છે.
રામકથામાં 200 શ્રોતાઓની મંજૂરી મળી
દેશમાં મહામારી કેરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ સાથે એવું લાગી રહ્યું છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે. હાલ જયપુર ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. બાપુએ આ કથા દરમિયાન રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ, મુખ્યપ્રધાનના અંગત સચિવ સહિત ઉચ્ચતબીબો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત રામકથામાં 200 શ્રોતાઓની મંજૂરી મળેલી છે, તેમ છતાં કોરોના ની મહામારી ફેલાતી અટકે એ દિશામાં પહેલ કરવા માટે થઈ શ્રોતાઓની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કરેલું છે.
બાપુએ શરૂ કરી પહેલ
આ અંતર્ગત બાપુએ કહ્યું હતું કે, "કોઈ પહેલ કરે ન કરે હું અને મારા શ્રોતાઓ , મારી કથા વાટિકાના ફ્લાવર્સ, અમે આ દિશામાં એક દાખલો બેસે તેવો નિર્ણય સાથે આગામી દિવસોમાં ધીમે ધીમે શ્રોતાઓની સંખ્યા ઓછી કરતા જાશું". આ નિર્ણયના અમલ મુજબ અનેક શ્રોતાઓ આવતીકાલે કથા સ્થળ પરથી પરત ઘરે જવા રવાના થઇ જશે. આ ઉપરાંત બાપુ કહે છે કે, સામાજિક અંતર જાળવું, ભીડ એકદમ ઓછી કરવી, માસ્ક અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો એ કોરોનાને ફેલાતો અટકાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.