ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવાના ગલથર ગામે ખેડૂત પર સિંહનો હુમલો

મહુવા તાલુકાના આજુબાજુના તમામ ગામોમાં પશુઓ વધારે પ્રમાણમાં જોવા મળવા લાગ્યા છે. હજી 8 દિવસ પહેલા મહુવા તાલુકાના કસાણ ગામમાં એક યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજયું હતું. ત્યાં ફરી આ જ ગીમની સીમમાંં સિંહે ખેડૂત પર હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ખેડૂતને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મહુવાના ગલથર ગામે ખેડૂત પર સિંહનો હુમલો
મહુવાના ગલથર ગામે ખેડૂત પર સિંહનો હુમલો

By

Published : Jan 2, 2021, 12:46 PM IST

  • મહુવાના ગલથર ગામે ખેડૂત પર સિંહનો હુમલો
  • પીઠને છાતીના ભાગે કરી ઇજા
  • ગામલોકોની અનેક વખત રજૂઆત

ભાવનગર : મહુવા તાલુકાના આજુબાજુના તમામ ગામોમાં પશુઓ વધારે પ્રમાણમાં જોવા મળવા લાગ્યા છે. હજી 8 દિવસ પહેલા મહુવા તાલુકાના કસાણ ગામમાં એક યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજયું હતું. ત્યાં ફરી આ જ ગીમની સીમમાંં સિંહે ખેડૂત ઉપર હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ખેડૂતને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગામલોકોની અનેક વખત રજૂઆત પણ કોઈ સાંભળતું નથી

ગલથર નજીકની ખારીની સીમના ખેડૂત જીલુભાઈને ઓઢાભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સિંહ અને દીપડાના આંટા ફેરા બહુ જ વધી ગયા છે. અમે ફોરેસ્ટ વાળાને પણ જાણ કરી છતાં પણ કોઇ રાત્રે ફરકતું નથી.

કાલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું

આ બાબતને લઈને જીલુભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આખો દિવસ ગલથરને ખારીની સિમમાં 8 થી 10 સિંહોના ટોળા લટાર મારતાં જોવા મળ્યા હતા. આ બાબતને લઇને અમે લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અમારી સલામતીની માંગણી કરીશું.

ABOUT THE AUTHOR

...view details