યુનીવર્સીટી વિધાર્થી પરિષદ તથા વિધાર્થીઓની માંગ સામે ઝુકી હતી. યુનિવર્સિટીએ પોતાની ભૂલ સ્વીકારી નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપરની પુનમ મૂલ્યાંકનની કામગીરી કરવાની માંગ સ્વીકારી હતી. આ સાથે જ વિદ્યાર્થી સંગઠનની રજૂઆતને સફળતા મળી હતી
ભાવનગરની યુનિવર્સીટીમાં 50%થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો - BHAVNAGAR
ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ તાજેતરમાં બી.કોમ સેમેસ્ટર 2ના પરિણામ જાહેર કર્યુ હતુ. જેમાં ચોક્કસ વિષયોમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે 50 %થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થી સાથે થયેલા અન્યાયને લઈ ABVP દ્વારા કુલપતિને રજૂઆત કરી હતી.
જેમાં રેન્ડમલી નહીં પરતું બધી જ કોલેજ પર પરિપત્ર કરી વિધાર્થીઓના કોલેજ પરથી નામ મેળવી તેમનું પારદર્શક છબી ધરાવતા અને વિધાર્થીહિત ઈચ્છુક વિષય નિષ્ણાત પ્રાધ્યાપકોની કમિટી દ્વારા દિવસ ૭માં પેપર તપાસ કરવામાં આવે. પરિષદની અને વિધાર્થીઓની માંગને યુનિ.તંત્રને સ્વીકારવી હતી. બી.કોમ સેમ.૨ના પરિણામો યુનીવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 4521 વિધાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી. જેમાંથી 2203 વિધાર્થીઓ અંદાજે ૫૦% વિધાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.
જેમાં વિધાર્થીઓને ચોક્કસ વિષયમાં જેમ કે બીઝનેસ ઇકોનોમિક્સ, બીઝનેસ કોમ્યુનીકેશન, એકાઉન્ટાન્સી, બીઝનેસ મેથેમેટિક્સ જેવા મહત્વના વિષયોમાં વિધાર્થીઓને નાપાસ છે.