ભાવનગર: રેલવેએ આઇસોલેશન વોર્ડ ટ્રેનના ડબ્બામાં બનાવવા માટે કમરકસી છે. ભાવનગર રેલવે વર્કશોપમાં ટ્રેનના ડબ્બામાં આઇસોલેશન બોર્ડ બનાવાની કામગીરી આરંભી દેવાઈ છે. રેલવે પણ કોરોના વાઈરસ સામે લડવા માટે મેદાનમાં આવી ગયું છે.
ભારતીય રેલવે ટ્રેનમાંં જ બનાવશે 30 આઈસોલેશન વોર્ડ
ભાવનગર રેલવે વિભાગએ કોરોના વાઈરસ સામે લડવા માટે 30 ડબ્બામાં આઇસોલેશન વોર્ડ બનાવવા માટે કમરકસી છે રેલવે ટૂંક સમયમાં આ ડબ્બાઓને સેવામાં મુકશે. ઓક્સિજન સોલિન્ડર સહિતની સુવિધા સાથે ડબ્બાઓ આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવશે.
ભાવનગર રેલવે આઈસોલેશન વોર્ડ 16 સ્લીપર કોચનો અને 14 જનરલ કોચનો ઉપયોગ કરવાનું છે. જેમાં સંપૂર્ણ ખાનગી હોસ્પિટલ જેવા રૂમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવશે. આ સાથે શૌચાલયને બાથરૂમમાં તબદીલ કરવામાં આવશે.
ફાયરના સાધનો અને મચ્છરદાની પણ લગાવવામાં આવશે. રેલવેએ આઇસોલેશન વોર્ડ બનાવવાનો પ્રારંભ કરી દીધો છે. મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરવા માટેના પોઇન્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ડબ્બાઓને આઇસોલેશનમાં ફેરવવા માટે વેરાવળ, પોરબંદર અને ભાવનગર રેલવે ડેપોમાં કામગીરી આરંભી દેવાઈ છે અને વહેલી તકે આ ડબ્બાઓ કાર્યરત કરીને સેવામાં મુકવામાં આવશે.