ગુજરાત

gujarat

ETV Bharat / state

મગફળીનું ઓછું ઉત્પાદન છતાં ભાવ ઉંચકાતા ખેડૂતોને આનંદો - Increase in the price of groundnuts

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં(Bhavnagar Marketing Yard) આ વર્ષે મગફળીનું ઓછું ઉત્પાદન(Low groundnut production) થયું છે. જો કે મગફળીના ભાવ સારા મળવાને(good price for groundnuts) પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં મગફળી 1100 થી 1931 વચ્ચે એક મણ (20કિલો)ના ભાવે વહેંચાઈ રહી છે. ગત વર્ષે ઊંચા ભાવ માત્ર 1400 સુધી આવ્યા હતા. ત્યારે મોંઘવારીમાં અને ઉત્પાદન ઓછું હોવા છતાં ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

મગફળીનું ઓછું ઉત્પાદન
મગફળીનું ઓછું ઉત્પાદન

By

Published : Dec 6, 2022, 10:04 AM IST

ભાવનગર:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં(Bhavnagar Marketing Yard) આ વર્ષેમગફળીનું ઓછું ઉત્પાદન(Low groundnut production) થયું છે. મગફળીની રોજની આવક 50 હજાર થેલાએ પહોંચી જતી હતી. હવે માત્ર 5 હજાર ગુણીની આવક થઈ રહી છે. જો કે મગફળીના ભાવ સારા મળવાને(good price for groundnuts) પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જો કે સિંગ તેલ માટેની મગફળીની આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોના વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરી રહ્યા છે.

યાર્ડમાં મગફળીનો થયો ઘટાડો

કોરોના બાદ ભાવમાં 20થી 30નો ફાયદો: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 2022માં મગફળીના ભાવો ઊંચા સૌથી વધારે ભાવ રહેવા પામ્યા છે. યાર્ડમાં મગફળી 1100 થી 1931 વચ્ચે એક મણ (20 કિલો)ના ભાવે વહેંચાઈ રહી છે. ગત વર્ષે ઊંચા ભાવ માત્ર 1400 સુધી આવ્યા હતા. ત્યારે મોંઘવારીમાં અને ઉત્પાદન ઓછું હોવાને પગલે ખેડૂતોને 400 રૂપિયા સારી ગુણવત્તામાં મળી રહી છે જ્યારે અન્ય મગફળીમાં માત્ર 250 ફાયદો થયો છે એટલે ટકાવારી પ્રમાણે જુઓ તો ખેડૂતોને કોરોના બાદ ફાયદો 20થી 30 મળી રહ્યો છે.

કોરોના બાદ ભાવમાં 20થી 30નો ફાયદો

મગફળીનું ઓછું ઉત્પાદન:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવતી સિંગતેલ માટેની જી 20 મગફળીના ભાવ 1100થી 1300 વચ્ચે રહ્યા છે એટલે સિંગતેલના ભાવ ઘટી શકે છે. પરંતુ સિંગતેલના વેપારી અને ખેડૂતનું માનવું છે કે ઉત્પાદન ઓછું થયું છે. આથી ભાવ ઘટવાની સિંગતેલની શક્યતા નથી. જયારે 9 નંબરની મગફળી આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોના વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરી રહ્યા છે. દક્ષિણ રાજ્યોના વેપારીઓ બિયારણના નામે ખરીદી કરી રહ્યા હોવાનું યાર્ડના સેક્રેટરીનું માનવું છે. બહારના રાજ્યની ખરીદીને પગલે ખેડૂતોને 9 નમ્બરની મગફળીમાં 1931 જેવો ભાવ મળી રહી છે.

મગફળીનું ઓછું ઉત્પાદન

યાર્ડમાં મગફળીનો થયો ઘટાડો: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રોજની આવક 50 હજાર થેલાએ પહોંચી જતી હતી. હવે માત્ર 5 હજાર ગુણીની આવક થઈ રહી છે. ભાવનગર યાર્ડમાં આ વર્ષે મગફળીની સારી આવક થવાના કારણે અને ભાવ સારા મળવાને પગલે મગફળી મોટા પાયે ખેડૂતો લઈને આવી રહ્યા હતા. પરંતુ એક તરફ ઘટાડો નોંધાયો છે તો નીચા ભાવ વધુ નીચે નથી ગયા પરંતુ ઊંચા ભાવ જરૂર ઊંચા ગયા છે. પાછળથી મગફળી લાવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details