લોકડાઉન વધે તો ઓટો મોબાઇલના ધંર્ધાર્થીઓની વધી શકે છે મુશ્કેલી
ભાવનગરમાં ઓટોમોબાઈલ સહિતના ધંધાર્થીઓને લોકડાઉન 21 દિવસથી પણ હજુ વધુ 10 દિવસ ચાલી શકે તેમ છે. પણ જો આ લોકડાઉન તેનાથી પણ વધે તો ધંધાર્થીઓમાં મુશ્કેલી આવી શકે છે. ETV BHARATએ એક જતીનભાઈ શુક્લ નામના ઓટોમોબાઈલના વ્યવસાયકારની મુલાકાત લઈને તેમની સ્થિતિ જાણી હતી પણ પછીની પરિસ્થિતિ કેવી થઈ શકે લોકડાઉનથી જે તેમને જણાવ્યું હતું.
ઓટો મોબાઈલ સહિતના ધંધાર્થીઓની સ્થિતિ લોકડાઉન વધે તો કફોડી બને
ભાવનગર : લોકડાઉનના 21 દિવસ હવે લોકોને ક્યાંક આકરા લાગી રહ્યા છે. કારણ કે પૈસા વગર માનવી કશું કરી શકતો નથી, ત્યારે લોકડાઉનમાં સરકાર અને પ્રજા કોરોના સામે મજબૂર છે. ઘરમાં રહેવા સિવાયનો કોઈ ઉપાય નથી પણ લોકોને 21 દિવસથી વધુનુ લોકડાઉન મુશ્કેલી ઉભી કરી શકે છે. ETV BHARATએ ઓટોમોબાઇલ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિની મુલાકાત લીધી હતી જોઈએ શું છે સ્થિતિ અને શું સર્જાઈ શકે છે પરિસ્થિતિ.