ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુરૂ પુર્ણિમાઃ બાપા સીતારામના નામથી ગુંજી ઉઠ્યું બગદાણા ધામ

ભાવનગરઃ ગુરૂ પુર્ણિમા નિમિત્તે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં ભાવિકો પુણ્યભૂમિ બગદાણા આવી પહોંચ્યા છે. ભક્તોની ભારે ભીડ બાપા બંજરદાસના ધામમાં ઉમટી પડી હતી.

બગદાણા ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યુ

By

Published : Jul 16, 2019, 10:54 AM IST

Updated : Jul 16, 2019, 11:05 AM IST

બગદાણામાં મોડી રાત્રીથી જ ભાવિકોનો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો અને સવાર થતા જ બગદાણામાં માનવ મહેરામણ ઉમટયુ હતું. વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં ભક્તોએ ધ્યાનમગ્ન બની આરતીનો લાભ લીધો હતો.

બજરંગદાસધામ બગદાણાંમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

ત્યારબાદ અહીંના પાવન પરિસરમાં સવારના 5 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો. સવારના પાંચ વાગ્યે મંગળા આરતી બાદ સવાર ના 7.00 વાગ્યે ગુરૂમહિમાં પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7.30 વાગ્યે ધજા પૂજન વિધિ કરવામાં આવી અને 10.00 વાગ્યે મહાઆરતી પછી મહાપ્રસાદ વિતરણનું આયોજન હતું. જે મોડીરાત્રી સુધી અવિરત ચાલુ રહેશે. જો કે આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજના 5થી સવારના 4 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, પરંતુ પ્રસાદ વિતરણ ચાલુ રહેશે.

આ મહાપર્વમાં બે દિવસ દરમિયાન દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવતા હોય છે. તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરૂ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેના માટે 10 હજાર કરતા વધુ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. ભક્તો માટે મહાપ્રસાદમાં લાડું, ગાઠિયા, શાક, રોટલી, દાળભાતની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે 725 મણ લાડુ, 250 મણ ગાઠીયા, 600 મણ શાકભાજી, 250 મણ ચોખા અને 150 મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

રસોડા વિભાગના કામ માટે 70 જેટલા ટ્રેક્ટર કામે લગાડ્યા છે. વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકો પરંપરાગત રીતે બેસીને પ્રસાદ લઈ શકે તે માટે બહેનો માટે અને ભાઈઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે અલગ-અલગ ગામમાંથી આવેલા સ્વયંસેવક મંડળને કામ સોપી દેવામાં આવ્યું છે. સ્વયંસેવકોને દર્શન વિભાગ (ચારેય મંદિરો), ચા-પાણી, ભોજનાલય, સફાઈ વિભાગ, સુરક્ષા સલામતી વિભાગ, પાર્કિંગ વિભાગમાં બે હજાર પુરૂષ સ્વયંસેવકોને સેવા સોંપવામાં આવી છે. તેમજ આ સ્વયંસેવકોને રસોડા વિભાગ,પાર્કિંગ વિભાગ ,ઉતારા વિભાગ, મંદિર પરિસર વિભાગ જેવી સેવાઓની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. મહુવા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, ગ્રામરક્ષક દળના જવાનો તૈનાત રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા પણ આશ્રમ ખાતે સ્ટોલ ઉભો કરી દેવાયો છે, જ્યાં ડોક્ટરની ટીમ સતત હાજર રહેશે.

Last Updated : Jul 16, 2019, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details