ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime: વરલ ગામે માસૂમની કાકાને બચાવવા જતા હત્યા, છ શખ્સો ઝડપાયા - Sihore Police Station

ભાવનગરમાં આવેલા વરલ ગામે કાકાને બચાવવા વચ્ચે આવતા 16 વર્ષીય ભત્રીજીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનૂસાર આ આરોપીઓ મુસ્લિમ સમાજના હતા જેને પોલીસએ દબોચી લીધા છે. સિંહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સમગ્ર બનાવ પૈસાની લેતીદેતીમાં બનાવ બન્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.

Bhavnagar Crime: વરલ ગામે માસૂમની કાકાને બચાવવા જતા હત્યા, છ શખ્સો ઝડપાયા
Bhavnagar Crime: વરલ ગામે માસૂમની કાકાને બચાવવા જતા હત્યા, છ શખ્સો ઝડપાયા

By

Published : Feb 14, 2023, 3:45 PM IST

Updated : Feb 15, 2023, 11:01 AM IST

ભાવનગર:જિલ્લાના વરલ ગામે લશ્કરભાઈ પૂર્વ સરપંચને આરીફ અલારખભાઈ પાયક સાથે મોબાઈલ ટાવરના કાટમાળ લેવા જતા સમયે પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી.ટ્રેકટર ચાલક છરી લઈને મારવા દોડતા બચાવવા આવેલી લશ્કરભાઈની ભત્રીજીને છરીથી ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. છ શખ્સોને પોલીસે ઝડપી પડ્યા હતા. જાણો સમગ્ર ઘટના.

વરલ ગામે માસૂમની કાકાને બચાવવા જતા હત્યા, છ શખ્સો ઝડપાયા

આ પણ વાંચો Bhavnagar news: નંદકુવરબા મહિલા કોલેજમાં શૂઝ ડિઝાઇનિંગ કાર્યક્રમ યોજાયો

યુવતીની હત્યાનો બનાવ:ભાવનગર જિલ્લાના સિહોરના વરલ ગામે એક યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો. કાકાને બચાવવા વચ્ચે પડેલી ભત્રીજીને છરીથી ઇજા થતા યુવતીના સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન સગીર યુવતીનું મોત થતા છ શખ્સો સામે ફરિયાદ નોંધીને પોલીસે તમામ મુસ્લિમ સમાજના આરોપીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો Valentine Week 2023: વેલેન્ટાઈન ડે ઉજવવા ગિફ્ટની બોલબાલા, ગિફ્ટ શોપ જોવા મળે છે અવનવી ગિફ્ટ

સગીરનો ભોગ લેવાયો:ભાવનગર જિલ્લાના વરલ ગામે મોડી રાતે બનેલા બનાવમાં રાજ ટાવર બાબતે પૂર્વ સરપંચ લશ્કરભાઈ સાથે ટ્રેક્ટર લેવા ગયેલા આરીફ અલારખભાઈને માથાકૂટ થઈ હતી. બોલાચાલી વચ્ચે આરીફ ઉશ્કેરાઈ જતા લશ્કરભાઈને છરી લઈને મારવા દોડતા 16 વર્ષીય ભત્રીજી બચાવવા વચ્ચે આવતા તેને છરીથી ઇજા થઈ હતી. બનાવ બાદ તમામ આરીફ સાથેના શખ્સો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત કિશોરીનું સારવારમાં મૃત્યુ થતાં સિહોર પોલીસ સ્ટેશનમાં સેન્સેટીવ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. સમગ્ર બનાવમાં પૈસાની લેતીદેતીમાં બનાવ બન્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.

ધ કલોક પેટ્રોલિંગ:વરલ ગામે ટાટા ડોકોમો ટાવરના કાટમાળ લેવા માટે આરોપીઓ આવ્યા હતા. ત્યારે પૈસાની લેતીદેતી બાબતે આ બનાવ બન્યો છે. તમામ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. સમગ્ર પંથકમા અનિચ્છીય બનાવ બને નહિ માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ છે--મિહીર બારૈયા(Dysp,પાલીતાણા,ભાવનગર)

છ શખ્સો કોણ:કિશોરીની હત્યાને પગલે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે છ શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં આરીફ અલારખભાઈ પાયક, અશરફ ઉર્ફે સુસો જુસબભાઈ પાયક, અરમાન હારુનભાઈ પાયક, ઈરફાન બાબુભાઈ પાયક, અમીન અહમદભાઈ પાયક અને આદિલ યુનુસભાઈ પાયકને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકોને ખોટી અફવાથી દૂર રહેવા પોલીસ દ્વારા પણ અપીલ કરાયેલી છે.

Last Updated : Feb 15, 2023, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details