ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ગટરના પાણીમાંથી શ્રમિકો શોધી રહ્યા છે હીરા..!, કમાણીનો અનોખો નુસખો

ભાવનગરની વડલા નદીના નાળામાં ગંદા પાણીમાં વર્ષોથી હીરા શોધવાનું કામ 40 જેટલા પરિવારો કરી રહ્યાં છે. સવારથી સાંજ સુધી ગંદા પાણીમાં રહીને સ્વાસ્થ્યની ચિંતા છોડી પરિવારની ચિંતામાં 30 જેટલા લોકો રોજ ગંદા પાણીમાં હીરા શોધે છે. કાદવમાં કમળ ખીલે તેમ અહીંયા નાળામાં અનેક જીંદગીઓના જીવન ખીલી રહ્યાં છે અને કારખાનેદારો તેમને મહેનતું કહે છે.

Diamonds
ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા

By

Published : Sep 2, 2020, 5:39 PM IST

Updated : Sep 2, 2020, 6:05 PM IST

ભાવનગર: પછાત વર્ગના લોકો વર્ષોથી નદીમાં વહેતા ગંદા પાણીમાંથી હીરા શોધીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ભાવનગરની નદીમાં આવતા ગંદા પાણીમાંથી હીરા શોધતા લોકો સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પોતાની કામગીરી અવિરત પણે કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન તેમની કામગીરી બંધ રહી હતી, પણ હવે પુનઃ શરૂ થઈ છે.

ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા

ભાવનગરના આરટીઓ સર્કલ નજીક વહેતી વડલા નદી કહેવા પૂરતી રહી ગઈ છે, પરંતુ તેમાં ઘણા વર્ષોથી ગંદા ગટરના પાણીનો નિકાલ થાય છે. કોરોના મહામારીમાં પણ ગંદા પાણીમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પરીવારની ચિંતામાં ગંદા પાણીમાંથી હીરા શોધી રહ્યાં છે. 40 પરિવારના મુખ્ય સભ્યો અહીંયા પાણીમાં હીરા શોધે છે, કાદવમાં કમળ ખીલે તેમ ગંદા પાણીમાં હીરા શોધનાર લોકોની જિંદગીઓ ખીલી રહી છે. આ પરંપરા આજની નહીં, પરંતુ 40 વર્ષથી ચાલતી આવે છે.

ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા
  • વડલા નદીના નાળાના ગંદા પાણીમાં હીરા શોધાય છે
  • 40 જેટલા પરિવારો શોધે છે હીરા
  • શ્રમિક પરિવાર વર્ષોથી કરી રહ્યા છે હીરા શોધવાનું કામ
    ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા

હીરાના વ્યવસાયમાં સુરત પછી ભાવનગર શહેર બીજા નંબરે સ્થાને આવે છે. વડલા નદી વડલા નાળામાં પરિવર્તીત થઈ ગઈ છે. વડલાના નાળા નજીક આવેલું બોરતળાવ અને તેનો કુમુદવાડી વિસ્તાર હીરાના કારખાનથી ખચોખચ છે. કારખાનામાં અનેક હીરાઓ રોજના ખોવાઈ જતા હોય છે, માટે આ પરિવારો મહિનામાં એક બે વખત ગટર લાઇન સાફ કરી કચરો લઈ જાય છે અને નાળામાં સાફ કરે છે, અનેક હીરા ગટરમાં વહી ગયા હોય તે વડલાના નાળામાં હોય છે. જે માટે ત્યાં વહેતા પાણીમાં રહેલા કચરાને સાફ કરીને હીરા શોધવામાં આવે છે. ગંદા પાણીમાં હીરા શોધનારને રોજના 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી મળે છે.

ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા

કોરોના મહામારીમાં પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને ગંદા પાણીમાં હીરા શોધીને આ આશરે 30થી 50 લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ભાવનગરની વડલા એક માત્ર નદી કે, નાળુ કહી શકો, જેમાં હીરા વહી જવાના કારણે કોઈના પરિવારની કમાણીનું સાધન બની ગઈ છે. બોરતળાવ કરતા હીરા શોધનાર અને ગંદા પાણીના નિકાલ માટે નાળુ બનીને પણ કેટલાકને રોજગારી આપી રહી છે.

ભાવનગરની વડલા નદીના નાળાના ગંદા પાણીમાં શોધાય છે હીરા
Last Updated : Sep 2, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details