ગુજરાત

gujarat

ETV Bharat / state

DakshinaMurti Bal Mandir: ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા - 100 years history

"મુછાળી માઁ" ને કોણ ઓખળતું નહી હોય? આજના યુવાનો તેમની વાર્તાઓ વાંચી વાંચીને મોટા થયા છે. શિક્ષણ જગતમાંને બાળ સાહિત્યમાં જેનું નામ આદરથી લેવાઈ છે એ નામ એટલે ગીજુભાઈ બધેકા, જેણે ભાવનગરના એક એરિયામાં બાલમંદિર શરૂ કરીને અનેક ભૂલકાંઓના જીવનમાં ભણતરના દીવા કર્યા છે. ભાવનગરનું દક્ષિણામૂર્તિ બાલમંદિર 1 ઓગસ્ટ 104 વર્ષ પૂર્ણ કર્યા અને 31 જુલાઈએ રાષ્ટ્રના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ પણ મેળવ્યો છે. આખરે કેમ બાલમંદિર શ્રેષ્ઠ છે તેના કારણો તમે આ અહેવાલમાં જાણી શકશો.

ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા
ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા

By

Published : Aug 2, 2023, 8:30 AM IST

Updated : Aug 2, 2023, 8:50 AM IST

ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા

ભાવનગર: આમ તો બાલમંદિર દરેકના જીવન સાથે જોડાયેલું હોય છે. કારણ કે એ શિક્ષણની દુનિયામાં પા પા પગલી કરવાનું પ્રથમ પગથિયું હોય છે. નાનકડું એવું શિક્ષણ કેન્દ્ર જીવન રૂપી વિશાળ કેળવણી આપી જાય છે. જે છેલ્લા શ્વાસ સુધી ભુલાઈ નહીં. બાળપણ અને બાલમંદિર એક સિક્કાની બે બાજુ સમાન છે. પણ ભાવનગરમાં મૂછાળીમા થી જાણીતું એક એવું શિક્ષણ કેન્દ્ર છે જેને લાખો લોકોનું ભાવિ બદલ્યું છે.

રાષ્ટ્રની શ્રેષ્ઠ બાલમંદિરનો પણ એવોર્ડ એનાયત

દક્ષિણા મૂર્તિ બાલમંદિરનો ઇતિહાસ: મુછાળી માં એટલે ભાવનગરવાસીઓના માનસપટ ઉપર સીધી દક્ષિણા મૂર્તિ બાલમંદિર આવી જાય છે. આઝાદી પહેલા કસ્તુરબા ગાંધીના હાથે સ્થપાયેલા દક્ષિણા મૂર્તિ બાલ મંદિરને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રનું શ્રેષ્ઠ બાલમંદિર નો એવોર્ડ આપવામાં આવ્યો છે. જોકે સમગ્ર દેશને ગિજુભાઈ બધેકા દ્વારા પ્રવૃત્તિ શિક્ષણની પદ્ધતિ આપવામાં આવી હતી. એક માતાના ખોળામાંથી શિક્ષકના ખોળામાં નાના બાળકને હસતા મુખે વાલ કરતા સાથે લઈ લેવું અને બાદમાં તેને એ જ મુદ્રામાં કેળવણીનું શિક્ષણ આપવું એ ગિજુભાઈ શીખવ્યું હતું.

રાષ્ટ્રની શ્રેષ્ઠ બાલમંદિરનો પણ એવોર્ડ એનાયત

રાષ્ટ્રનું શ્રેષ્ઠ બાલમંદિર એવોર્ડ: ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ ઉપર આવેલું દક્ષિણા બાલમંદિર ગ ગિજુભાઈ બધેકા દ્વારા ટેકરી ઉપર છાપવામાં આવ્યું હતું. ત્યારે 104 વર્ષ થઈ ચૂકેલા બાલમંદિર ને ગાંધીનગર 2014માં છપાયેલી ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના 31 જુલાઈના રોજ યોજાયેલા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલના હસ્તે દક્ષિણા મૂર્તિ બાલમંદિર ટ્રસ્ટના પ્રશાંત નાનાભાઈ પટેલ એવોર્ડ સ્વીકાર્યો હતો. સમગ્ર રાષ્ટ્રનો એવોર્ડ દક્ષિણા મૂર્તિને મળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતનો વર્ગ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રની શ્રેષ્ઠ બાલમંદિરનો પણ એવોર્ડ એનાયત

કસ્તુરબા ગાંધીના હસ્તે:104 વર્ષ પૂર્ણ કર્યા દક્ષિણામૂર્તિ બાલમંદિરે શુ ઇતિહાસ ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલી દક્ષિણા મૂર્તિ બાલમંદિરની સ્થાપના 1916 માં કસ્તુરબા ગાંધીના હસ્તે કરવામાં આવી હતી. જોકે બાળકો માટેના ટેકરી ઉપર શિક્ષણની શરૂઆત નાનાભાઈ ભટ્ટ દ્વારા કરાઈ હતી. જેમાં 1916 માં ગિજુભાઈ બધેકા ખાસ જોડાયા હતા અને ત્યારબાદ 1920માં દક્ષિણા મૂર્તિ બાલમંદિર અસ્તિત્વમાં આવ્યું હતું. 20 વર્ષની અઠ્ઠા મહેનતે ગિજુભાઈ બધેકાએ માંના ખોળામાં હસતા ખેલતા બાળકોને પોતાની કેળવણીથી પોતાના ખોળામાં લઈને પંચમહાભૂત નું જ્ઞાન આપ્યું હતું. ગિજુભાઈ બધેકા પ્રવૃત્તિ શિક્ષણની પદ્ધતિ સમગ્ર રાષ્ટ્રને આપી હતી. એક જુલાઈ 1 ઓગસ્ટ 1920માં દક્ષિણા મૂર્તિ બાલમંદિર નો પાયો લખાણો હતો. આમ ગિજુભાઈ બધેકાના સ્થાપિત દક્ષિણા મૂર્તિ બાલ મંદિર 104 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે તે પ્રસંગે ઉજવણી પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રની શ્રેષ્ઠ બાલમંદિરનો પણ એવોર્ડ એનાયત

"દક્ષિણા મૂર્તિ બાલમંદિરને મંદિર નામ એટલે લાગ્યું કે ગિજુભાઈ બાળકોને ભગવાન સમાન સમજતા હતા. આથી પાછળ મંદિર લાગ્યું છે. બાળકોને શિક્ષણ પ્રદર્શન, આયોજન અને 500 જેટલી પ્રવૃત્તિઓ આપીને સૂક્ષ્મ સ્નાયુ કેળવાય તે રીતે રમતા રમતા આકારો, ભાષાઓ અને સંખ્યા સમજાવવામાં આવે છે. અભિનય દ્વારા વાતચીત દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા પરિચયની સમજણ આપવામાં આવે છે.બાળકનો સ્વતંત્ર વિકાસ દેવ સ્વરૂપે સમજી રંગ,આકાર,પ્રમાણ, ભાષા અને ગણિત જેવા પંચમહા ભૂતોના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે"-- પ્રવિણાબેન વાઘાણી (આચાર્ય,દક્ષિણામૂર્તિ બાલમંદિર)

રાષ્ટ્રની શ્રેષ્ઠ બાલમંદિરનો પણ એવોર્ડ એનાયત

શુ છે પ્રવૃત્તિ શિક્ષણ ? કઈ રીતે કરાવાય અભ્યાસ બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ પ્રથમ વિશ્વને ગિજુભાઈ બધેકાએ આપ્યું હતું. માતાઓ પાસેથી બાળકોને રમાડતા રમાડતા ગિજુભાઈ બાળકોને પોતાના ખોળામાં લઈ લેતા હતા. બાદમાં તેઓ રંગ,આકાર,પ્રમાણ,ભાષા અને ગણિત જેવા પંચ મહાભૂત શીખવતા હતા.બાળકને હસાવતા હસાવત અને રમતમાં શિક્ષણ આપી કેળવણી કરતા લોકોએ તેમનું નામ મુછાળી માઁ ઉપનામ આપ્યું હતું. 20 વર્ષ સુધી ગુજુભાઈ બધેકાએ પ્રવૃત્તિ શિક્ષણ પદ્ધતિને ચાલુ રાખી અને આવતા જતા દરેક શિક્ષકોને પણ તેનું જ્ઞાન આપતા ગયા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી પ્રવૃતિ શિક્ષણ આજે પણ 104 વર્ષ પછી ગિજુભાઈ બધેકાના દક્ષિણા મૂર્તિ બાલમંદિરમાં આપવામાં આવે છે. આ બાલમંદિર માંથી અનેક વૈજ્ઞાનિકો પ્રોફેસરો ડોક્ટરો બનીને વિદ્યાર્થીઓ નીકળ્યા છે. 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ દક્ષિણા મૂર્તિમાં શિક્ષણ મેળવ્યું છે.

  1. Bhavnagar News: સેકન્ડ ઈનિંગ્સ હોમમાં ગુંજ્યુ, આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે
  2. Bhavnagar News: ગુજરાતના ખ્યાતનામ સંગીતકાર અને ગાયક પાર્થિવ ગોહિલને સંગીત શીખવનાર ગુરૂ વિશે જાણો...
Last Updated : Aug 2, 2023, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details