Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા ભાવનગરઃબોર્ડ પરીક્ષામાં ઇશીતાની મક્કમતા સામે અન્ય વિદ્યાર્થીઓ ધરાશાયી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થાનો અણધડ વહીવટ ખુલ્લો પડ્યો હતો. જડબેસલાક અને સુચારુ વ્યવસ્થાનજ વાત કરતા શિક્ષણ તંત્રની પોલ અને અણધડ વહીવટનું આયોજન પણ ખુલ્લું પડ્યું છે. મન હોય તો માળવે જવાય છે. ત્યારે કમરથી નીચે ખોટું પડેલું શરીર અને બે પગ નિષ્ક્રિય હોવા છતાં પણ ધોરણ 12 બોર્ડની વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી હતી.
Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા સેવાભાવી લોકોની મદદઃ વિદ્યાર્થીનીની સેવા કરવા સલીમભાઈ પણ ઉપસ્થિત છે. પરંતુ વ્યવસ્થા ગોઠવનારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીનિએ પ્રશ્નાર્થ મૂકી દીધો છે. જો કે એક સલીમ જેવો પિતા ઇશિતા જેવી દીકરી માટે ઈશ્વરના દૂત સમાન બની ગયો છે. આખરે ઇશિતાની પરીક્ષા આપવાની મનની મક્કમતા સામે રાજ્ય સરકારની પરીક્ષા લેવાની વ્યવસ્થા શૂન્ય સમાન લાગી રહી છે. ભાવનગર શહેરમાં આવેલી નંદકુવરબા કન્યા ક્ષત્રિય વિદ્યાલયમાં અભ્યાસ આ વિદ્યાર્થિની અભ્યાસ કરે છે.
Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા મક્કમ મનઃઈશિતા અરુણભાઈ વ્યાસ 2021 માં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી શકી ન હતી. કારણ કે કમરની નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો. તેને પુનઃ બોર્ડની પરીક્ષા આપવા માટે મનની મક્કમતા એકઠી કરીને હાલ 2023માં તે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો આપવાનો પ્રારંભ કર્યો છે. કમરથી નીચેનો સંપૂર્ણ ભાગ ખોટો પડી ગયો છે. જેના કારણે તેને લઈ જવા અને લાવવા માટે કોઈ બે વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય છે. હાલમાં તેને પરીક્ષા આપવાનો પ્રારંભ કર્યો છે.
Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા અનોખી સેવાઃ ઈશીતાને તેના ઘરેથી લઈને એમ્બ્યુલન્સ મારફત સલીમભાઈ ચિત્રામાં આવેલી ક્રાઈસ્ટ સ્કૂલ ખાતેના તેના બેઠક ક્રમાંક સુધી પહોંચાડી હતી. સલીમભાઈ વહિકલ ચેરમાં બેસાડીને તેના બ્લોક રૂમ સુધી પણ પહોંચાડવાનું બીડું ઉપાડયું હતું. સલીમભાઈ દુઃખના ડુંગરમાં પડેલા પરિવારને મદદ કરવાના હેતુથી આગળ આવ્યા છે. ભાવનગરની નંદકુવરબા કન્યા ક્ષત્રિય વિદ્યાલ માં 2021માં અભ્યાસ કરતી વ્યાસ ઈશિતા અરુણભાઈ જણાવ્યું હતું કે અગાઉ ધોરણ 12 ની પરીક્ષા આપવામાં સફળતા મળી ન હતી.
Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા પરીક્ષા દેવાનું નક્કીઃ પરંતુ હાલમાં મોકો મળતા પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. અમારા જેવા કેટલાક વિદ્યાર્થીઓને મદદ કરી શકે તેવી વ્યવસ્થા તંત્રએ ગોઠવવી જોઈએ. જો કે મને ન્યુરોમાઇટિસ ઓપ્ટિકા થયો છે. જેમાં સંપૂર્ણ રિકવરી તો નથી આવી. પરંતુ ડોક્ટર આકાશ સિદ્ધરાણીએ હજુ થોડો સમય લાગશે તેમ જણાવ્યું છે. ગયા વર્ષે પરીક્ષા આપી ન શકી તેનો અફસોસ છે. પરંતુ અમારા જેવા કેટલાક વિદ્યાર્થીઓ માટે નીચે વ્યવસ્થા કરવી જોઈએ.
Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા તેઓ સર્વ ધર્મ એમ્બ્યુલન્સ વાળા તરીકે ઓળખાય છે. મારી સામે એક દીકરી બે પગે અપંગ છે અને તેને મદદ કરવા જેવી છે. તેવી વાત આવતા હું એને આજે ચિત્રા ખાતે પરીક્ષા આપવા લાવ્યો છું. બે વ્યક્તિઓ પણ સાથે મદદમાં રાખ્યા છે. લઈ જવા લાવવાનું સાત દિવસ સુધી હું કામ કરીશ અને આ દીકરીને આગામી દિવસોમાં હોસ્પિટલને આવવા જવાનું થશે તો પણ ગમે ત્યારે હાજર રહીશ.ત્યારે ઈશિતાના સંબંધી બીનાબેને જણાવ્યું હતું કે મારી ભાણેજ ઈશિતા અહીંયા ચિત્રામાં પરીક્ષા આપવા આવી છે અને સલીમભાઈ તેમને લઈ આવ્યા છે. પોતાની એમ્બ્યુલન્સમાં સાત દિવસ સુધી સલીમભાઈ અમને સેવા આપવાના છે જે ખુબ સારી બાબત છે.---સલીમભાઈ