ભાવનગરના રસ્તાઓની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અનેક ગંભીર અકસ્માત પણ સર્જાયા છે. છતાં બેદરકાર તંત્રની આંખ ઉઘડતી ન હોવાથી શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓએ સ્થાનિકો સાથે મળીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
બિસ્માર રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાલિકાને આવેદન પાઠવ્યું - કોંગ્રેસ કાર્યકર્તા
ભાવનગરઃ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાઓને લઈ અનેક ફરિયાદ પાલિકા તંત્રમાં કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી રોષે ભરાયેલા સ્થાનિકો સહિત શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓએ તંત્રમાં સામે વિરોધ નોંધાવ્યો હતો.
બિસ્માર રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસ કાર્યકાર્તાઓએ પાલિકા તંત્રમાં આવેદન પાઠવ્યું
શહેરના કોંગ્રેસે પાલિકા કચેરી સામે ખાડા યજ્ઞ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું. ફક્ત આવેદન આપી વિરોધ દર્શાવવાની સૂચના આપી હતી. આ દરમિયાન પોલીસ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે તકરાટ થતા મામલો ગરમાયો હતો, શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ડી.બી.રાણીગા વિપક્ષી નેતા જયદિપ સિંહ ગોહિલના સહિતના લોકોએ મળીને પરિસ્થિતી થાળે પાડી હતી.