શહેરને હાલ વધારાનું પાણી પૂરું પાડતા બોરતળાવના પાણીનો જથ્યો તંત્ર દ્વારા રીઝર્વ રાખવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે તેમજ પર્યાવરણ માટે પણ બોરતળાવ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી અપુરતા વરસાદ અને નબળા ચોમાસા સાથે અન્ય બાધા રૂપ પરિબળો ના કારણે બોરતળાવ પૂર્ણ સપાટીએ ભરાતું ન હતું.
ભાવનગરનું ગૌરીશંકર સરોવર છલોછલ ભરાય તેવો ઊઝળો આશાવાદ
ભાવનગર: શહેરની પશ્ચિમ દિશામાં આવેલ ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભૌગોલિક અને પર્યાવરણની દષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાવેણાના દૂરંદેશી પ્રજાવત્સલ મહારાજાએ ભવિષ્ય પારખી પોતાની પ્રજાભિમુખ નિર્ણય કરી ઐતિહાસિક ગૌરીશંકર સરોવરનું નિર્માણ કરાવ્યું હતું, રાજાશાહી કાળમાં ભાવનગરની પ્રજાને પિવાના પાણી માટેનો મુખ્ય સ્રોત બોરતળાવ રહ્યું છે, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે.
પરંતુ છેલ્લા બે વર્ષથી ભાવનગર વિપક્ષની રજૂઆતો અને જનતાની પ્રબળ માંગ તેમજ મહાનગર પાલિકાના હકારાત્મક અભિગમને પગલે તંત્ર ઝુક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં કુદરત મહેરબાન બને અને સારો વરસાદ થાય તો આ ઐતિહાસિક સરોવર છલકાઈ ઉઠે તેવી શક્યતા ઓ હાલ તો વર્તાઈ રહી છે.
12થી વધુ ગામડામાથી આવતું વરસાદનું પાણી ઉપરાંત નાના અને મોટા ખોખરા ગામના ડુંગરો માથી વહેતી નદીના પાણી ભીકડા કેનાલ સુધી પહોંચે છે અને ત્યાંથી કેનાલ મારફતે બોરતળાવ સુધી આ પાણી પહોંચે છે આ વર્ષે બોરતળાવના સ્રાવ એરીયામાં થોડા વરસાદે પણ પુરેપુરૂ પાણી કેનાલ વાટે બોરતળાવમાં આવે એવી ગોઠવણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, ભીકડા કેનાલ દ્વારા બોરતળાવ ભરાય તો પર્યાવરણની સાથોસાથ સેંકડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.