ભાવનગરઃ LRD પરીક્ષાનો મામલો દિવસે દિવસે વધુ ગુચવાતો જતો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. કોળી સમાજ બાદ ઓબીસી, એસસી અને એસટી સંગઠનો મેદાનમાં આવી રહ્યાં છે. ભાવનગરમાં અનામત બચાવ ક્રાંતિ સમિતિ, કોળી સમાજના સંગઠન અને હવે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પણ મેદાનમાં આવી હતી, પરંતુ તેમના ઘણા સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગાંધીનગરમાં અનશન કરતી યુવતીઓને સમર્થન આપવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો.
LRD પરીક્ષા: ભાવનગર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો વિરોધ, ઘણા સભ્યોની ધરપકડ
ભાવનગર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા LRD મામલે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન અંતર્ગત ઘણા સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ LRD પરીક્ષા મામલે ગાંધીનગર ખાતે ધરણા કરતી યુવતીઓના સમર્થનમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યા હતા. જે કારણે પોલીસે ઘણા સભ્યોની ધરપકડ કરી હતી.
LRD પરીક્ષા મામલે ભાવનગર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. ગાંધીનગર LRD પરીક્ષાને લઈને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ભરતી પ્રક્રિયામાં મહિલાઓ મેરીટ લિસ્ટમાં આવતી હોવા છતાં અનામતમાં ગણતરી કરીને અન્યાય કર્યો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર અનામત વિરોધી કામ રહી હોવાનું જણાવ્યું હતું.