ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયમાં આ આરસપહાણ અને 50થી વધુ થાંભલીવાળું મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં તે સમયના કારીગરીઓએ ટૂંકા સમયમાં પોતાની સુજબુજથી મંદિરનું નિર્માણ કર્યું હતું.આ મંદીર આરસપહાણ ઉપરાંત નક્શી અને કોતરણીકામના કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં શ્રવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. અહીં શિવરાત્રી જેવા પર્વો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
280 ફૂટ ઊંચા તખ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા
ભાવનગરઃ ભાવનગરની મધ્યમાં લીલીછમ હરિયાળી વચ્ચે તખ્તેશ્વર ટેકરી ઉપર 280 ફૂટની ઊંચાઈએ આવેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર 125 વર્ષ જૂનું છે. આ મંદિર ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવ્યું હતું. સમગ્ર ભાવનગરની પરિક્રમા લોકો આ મંદિરે આવીને કરે છે. શ્રાવણ માસમાં અહીં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે.
Bhavnagar
ભાવનગર શહેરના લોકો માટે તખ્તેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને અહીં શ્રાવણ માસમાંએ લોકો હરહર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અહીં અનેક લોકો વર્ષોથી આવે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ચોમાસામાં આસપાસ લીલીછમ હરિયાળીના કારણે લોકો માટે પ્રર્યટનનું સ્થળ બન્યું છે. આ મંદિરમાં સોલાર લાઈટો મુકવામાં આવી છે.