ભાવનગરઃ પાયાનું શિક્ષણ એટલે બાલમંદિરથી બાળકમાં(Bhavnagar Shishuvihar Anganwadi) ઉતારવામાં આવતું શિક્ષણ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં 1 થી 5 વર્ષના બાળકોનું શિક્ષણ ફરજીયાત કરવામાં આવતા શિશુવિહાર સંસ્થાએ આનંદ વ્યક્ત કર્યો છે. કારણ જાણવા જેવું છે કે આખરે આ સંસ્થાને આનંદ કેમ થયો અને શિક્ષણ ફરજીયાત થતા કોને અને શું ફાયદો જાણીએ.
આંગણવાડીમાં ફરજીયાત બની 1953 થી ચાલતી શિશુવિહારની તાલીમ કઈ
ભાવનગરની માનભાઈ ભટ્ટની શિશુવિહાર(Kindergarten Anganwadi) સંસ્થામાં 1953 થી ચાલતી આંગણવાડીની 1 થી 5 વર્ષના બાળકોને આપવામાં તાલીમ હવે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં( New Education Policy of Central Government)ફરજીયાત બની છે. સરકારે બાલમંદિરથી લઈને 5 વર્ષ સુધીના બાળકોનો બુદ્ધિ વિકાસ માટેની આયોજન બદ્ધ તાલીમનો પ્રારંભ થયો છે. નાનકભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે આંગણવાડીનું શિક્ષણ પાયાનું શિક્ષણ કહેવામાં આવે છે. સરકારે શિક્ષણમાં સમાવેશ કર્યો ત્યારે અમારા માટે આનંદની વાત છે. પાયામાં જે શિક્ષણ મળશે તે પુરી જિંદગી રહેશે.