ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે તમામ પોલીસ અધિકારીઓને કડક સુચના આપી હતી. જેના ભાગ રૂપે આર.આર. સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસો વલ્લભીપુરના અનડીટેકટ ગુનાના કામે નારી રોકડી ખાતે તપાસમાં હતા.
ભાવનગર આર.આર.સેલે દારૂના જથ્થા સાથે 2 ઈસમની કરી ધરપકડ - gujaratinews
ભાવનગર: રેન્જના આર.આર.સેલ અને સિહોર પોલીસે વરતેજ તાબેની નારી ચોકડી ખાતેથી ટોરસ ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલો વિદેશી દારૂની પેટી નંગ-686, સહિત કુલ કિંમત રૂ. 34,74,040ના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાન પાર્સિગનો એક શંકાસ્પદ ટ્રક આવતા તેની તપાસ કરવામાં આવતા ટ્રકમાં બેઠેલા કુલ-ત્રણ ઇસમોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી બે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવામાં આવ્યો હતો. જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી સહિત પાવડર ભરેલ થેલી મળી કૂલ 34,74,040નો મુદ્દામાલ સાથે ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત, છેલસીંગ છોગસીંગ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી.
દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ અને દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રેઇડ દરમિયાન એક ઇસમ નાસી ગયો હતો. તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરના હેડકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એન. ગોહીલનાઓએ પ્રોહી. એક્ટ હેઠળ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.