- ભાવનગરમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા
- ભાવનગરમાં રેમડેસિવિરની માગમાં વધારો
- જિલ્લામાં પણ કોરોનાના કેસ 100ને પાર
ભાવનગરઃ શહેરમાં કોરોનાએ એક દિવસમાં કોરોનાના નવા કેસ 500ને પાર નોંધાઈ રહ્યા છે. સોમવારે ભાવનગરમાં કોરોનાના નવા 536 કેસ નોંધાયા હતા, જેમાં 361 કેસ શહેરમાં અને જિલ્લામાં 175 કેસ નોંધાયા હતા. આ સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શનની માગ પણ વધી રહી છે
આ પણ વાંચોઃરાજ્ય સરકાર કોરોના સામે લડવા 60,000 કિલો આયુર્વેદિક દવાનું વિતરણ કરશે
ભાવનગરમાં રેમડેસિવિરની માગમાં વધારો ભાવનગરમાં સ્વસ્થ થવાનો આંકડો 107 થયો
ભાવનગર શહેરમાં રાત્રિ કરફ્યૂ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી. કારણ કે, ભાવનગરમાં કોરોના કાળમાં અત્યાર સુધીમાં એક દિવસનો સૌથી મોટો આંકડો 536 સોમવારે નોંધાયો હતો. આ સાથે જ શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો વધીને 107 થયો છે. જ્યારે જિલ્લામાં 72 લોકો સ્વસ્થ થયા છે. સારવાર હેઠળ હજી 2,804 જેટલા દર્દીઓ શહેર-જિલ્લાના છે. સ્વસ્થ થનારાની સંખ્યા 8,590 છે તો જિલ્લાના કુલ દર્દી 11,515 નોંધાયા છે.
આ પણ વાંચોઃચીખલી તાલુકામાં 28 એપ્રિલથી 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન
ભાવનગરમાં નથી કન્ટેન્ટમેન્ટ ઝોન, પરંતુ હોમ આઈસોલેશન અને ક્વોરન્ટાઈનમાં વધારો
ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. શહેરમાં અત્યારે 2,890 દર્દી હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે જિલ્લામાં 27,111 હોમ ક્વોરન્ટાઈન અને 728 દર્દી હોમ આઈસોલેટ છે.
જિલ્લામાં પણ કોરોનાના કેસ 100ને પાર 17 એપ્રિલે 3,000 દર્દી હોમ ક્વોરન્ટાઈન હતા, જે સંખ્યા 26 એપ્રિલે વધી 27,111 થઈ
જિલ્લામાં પરિસ્થિતિ વણસી ગઈ છે. અહીં 3 દિવસ પહેલાં હોમ ક્વોરન્ટાઈન 20,000ની આસપાસ હતા, જે આજે 25,000ને પાર છે. એટલે સંખ્યામા વધારો થયો છે. 17 એપ્રિલે 3,000 દર્દી હોમ ક્વોરન્ટાઈન હતા, જે 18 એપ્રિલે 4,000, 19 એપ્રિલે 11,498, 21 એપ્રિલે 20,147, 23 એપ્રિલે 25,139 લોકો હોમ ક્વોરન્ટાઈન હતા. ધીમે ધીમે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોમવારે 27,111 કોરોનાના દર્દી હોમ ક્વોરન્ટાઈન છે.