ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Rain: બીજા રાઉન્ડમાં 1થી3 ઇંચ વરસાદ, ખેતીને ફાયદો ને બફારામાંથી રાહત

ભાવનગર શહેર અને જિલ્લામાં સર્વત્ર વરસાદ રાત્રીના સમયે વરસ્યો છે. જિલ્લામાં 8 તાલુકામાં મેઘ સવારી નીકળતા ખેતીને ફાયદો થયો છે જ્યારે બફારામાંથી લોકોને રાહત મળી છે. બે દિવસથી વિરામ લીધેલા મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. જોકે, વહેલી સવારથી વરસાદ થંભી ગયો હતો.જાણો ક્યાં કેટલો વરસાદ

ભાવનગરમાં બીજા રાઉન્ડમાં એક ઇંચથી ત્રણ ઇંચ ઉપર વરસાદ, ખેતીને ફાયદો ત્યારે બફારામાંથી રાહત
ભાવનગરમાં બીજા રાઉન્ડમાં એક ઇંચથી ત્રણ ઇંચ ઉપર વરસાદ, ખેતીને ફાયદો ત્યારે બફારામાંથી રાહત

By

Published : Jul 6, 2023, 1:13 PM IST

ભાવનગરમાં બીજા રાઉન્ડમાં એક ઇંચથી ત્રણ ઇંચ ઉપર વરસાદ

ભાવનગર: કાળી વાદળીઓ આવી અને વરસાદ લાવી... ભાવનગર શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે બે કલાક બાદ પુનઃ વરસાદની શરૂઆત થઈ છે. કાળા વાદળો સાથે મોડી રાત્રે મેઘરાજાની સવારી અવિરતપણે નીકળી હતી અને વહેલી સવાર સુધી શરૂ રહી હતી. જેના પગલે ભાવનગર જિલ્લાના 10 તાલુકા પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે. એક ઇંચ થી લઈને 3 ઇંચ કરતા વધુ વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જો કે ધીમીધારના વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે.

ખેડૂતોમાં આનંદ: શહેર જિલ્લામાં બીજા રાઉન્ડનો પ્રારંભ કરતા મેઘરાજા ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી બફારાનું પ્રમાણ વધી ગયું હતું. ગત મોડી રાત્રેથી મેઘરાજાના બીજા રાઉન્ડનો પ્રારંભ થતાં સર્વત્ર જિલ્લામાં વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લાના 10 તાલુકા પૈકીના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે પાલીતાણા અને મહુવામાં વરસાદ નોંધાયો નથી. જો કે આઠ તાલુકામાં થયેલા સારા વરસાદને કારણે ખેતીના પાકોને સારો એવો ફાયદો મળવાનો છે. ધીમી ધારના વરસાદને કારણે વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં બીજા રાઉન્ડમાં એક ઇંચથી ત્રણ ઇંચ ઉપર વરસાદ

ડેમોમાં નવા નીર:ભાવનગર શહેરના જિલ્લામાં ગત રાત્રે વરસેલા વરસાદને પગલે ભાવનગરના મુખ્ય શેત્રુંજી ડેમમાં પણ પાણીને આવક થઈ છે. શેત્રુંજી ડેમની સપાટી હાલમાં 8.28 મીટરએ પહોંચી ગઈ છે. ગતરાત્રિના વરસાદમાં શેત્રુંજી ડેમમાં 0.5 મીટર પાણીની આવક થઈ છે. જ્યારે પીવાના પાણી માટેના અન્ય સ્ત્રોત અને શહેરમાં મધ્યમાં આવેલા બોરતળાવમાં પણ પાણીની આવક થવા પામી છે. બે ઇંચ આવક થતા બોરતળાવની સપાટી 30.2 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. ત્યારે ખોડીયાર ડેમમાં પણ એક ફૂટ આઠ ઇંચ પાણીની આવક થતા કુલ સપાટી 9.3 ફૂટ પહોંચી ગઈ છે.

ઘાસચારાનું મોટા પાયે વાવેતર:જિલ્લામાં વાવેવતર અને ખેતીને ફાયદાની આશા વરસાદથી ભાવનગર જિલ્લામાં ખાસ કરીને 4.50 લાખ હેકટર વાવેતરની જમીન છે. ત્યારે ચાલુ વર્ષમાં ખરીફ પાકને લઈને 3.16 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે બીજા રાઉન્ડના સારા એવા વરસાદને પગલે ખેતીને ફાયદો જરૂર થવાનો છે. સર્વત્ર 8 તાલુકામાં બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાની સવારી એક ઇંચ થી લઈને 3.5 ઇંચ સુધી હોવાને પગલે ચેકડેમો, તળાવોમાં પાણી આવ્યું છે. જેના કારણે સિંચાઈ માટેની પણ સમસ્યા દૂર થવા પામી છે. ભાવનગર જિલ્લામાં ખરીફ પાકમાં કપાસ, મગફળી, બાજરી, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થયું છે.

ભાવનગરમાં બીજા રાઉન્ડમાં એક ઇંચથી ત્રણ ઇંચ ઉપર વરસાદ

આશીર્વાદરૂપ બન્યો: ગત મોડી રાત્રે જિલ્લામાં ક્યાં અને કેટલો વરસાદ ભાવનગર શહેર જિલ્લામાં આવેલા વરસાદને પગલે દસ તાલુકા પૈકી 8 તાલુકામાં વરસાદ આ પ્રમાણે નોંધાયો છે. વલભીપુર 49 mm, ઉમરાળા 66mm, ભાવનગર 40 mm, ઘોઘા 23mm,સિહોર 87mm, ગારીયાધાર 04mm,પાલીતાણા 00mm, તળાજા 24mm,મહુવા 00mm અને જેસર 06mm વરસાદ નોંધાયો છે.આમ ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 252mm નોંધાઇ ચુક્યો છે જ્યારે જરૂરિયાત 550 થી 600mmની રહે છે. સર્વત્ર બીજા રાઉન્ડનો વરસાદ જિલ્લા માટે આશીર્વાદરૂપ બન્યો છે.

  1. Bhavnagar News : વરસાદી પાણી ભરાવાના કારણો તંત્ર એ આપ્યા, 25 ફરિયાદથી કોર્પોરેશન એક્શનમાં
  2. Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે પણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?

ABOUT THE AUTHOR

...view details