ભાવનગર લોકસભા ચૂંટણીના ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા આજે ભારતીબેન શિયાળ પ્રચાર પ્રસાર અર્થે ભાજપના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પોતાના મત વિસ્તાર ચિત્રા-ફુલસરમાં રેલી યોજવામાં આવી હતી. ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારોના ચહેરાને લોકો ઓળખે છે. જ્યારે કોંગ્રેસને છેલ્લી ઘડી સુધી ઉમેદવાર શોધવામાં ફાંફા પડી રહ્યા હતા. જેને કારણે કોંગ્રસ દ્વારા આયાતી ઉમેદવારની પસંગી કરી મેદાને ઉતારવામાં આવ્યા છે.
ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઝંઝાવતો ચૂંટણી પ્રચાર, એકબીજા પર અવિરત આક્ષેપબાજી ચાલુ - Gujarati news
ભાવનગરઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઝંઝાવતો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પોતાના વિધાનસભા મત વિસ્તારમાં ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ભારતીબેન શિયાળ માટે શહેરના ચિત્રા-ફુલસર વિસ્તારમાં રેલી સ્વરૂપે પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
2017 વિધાનસભાની ચૂંટણીમાં મનહર પટેલને ટીકિટ આપી છેલ્લી ઘડીએ પાછી ખેંચી લેવામાં આવી હતી. એટલે કોંગ્રેસને પણ પોતાના ઉમેદવાર પર જીત મેળવી શકશે તેવો વિશ્વાસ નથી. ઉપરાંત ભાવનગર લોકસભા ચૂંટણીમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. જ્ઞાતિ જાતીથી ચૂંટણી લડાતી નથી, કોંગ્રેસના આયાતી ઉમેદવારોને કોઈ મતદારો ઓળખતું પણ નથી. ત્યારે ભાજપના ઉમેદવારે લોકોની વચ્ચે રહી કામ કર્યા છે અને લોકો તેમને જાણે છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીથી જીત મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી.