ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : વિશ્વના 3.10 લાખ બાળકોનો ચિત્ર સ્પર્ધામાંથી 35ની જ પસંદગી, તનુશ્રીએ મારી બાજી - બાજી

કલાને ઉજાગર કરવા માટે માતાપિતાની દ્રષ્ટિ અને ગુરુનું જ્ઞાન હોય તો બાળક સિદ્ધિને સર કરે છે. ભાવનગરની ધોરણ 9ની દીકરીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં બાજી મારી છે. લાખો બાળકોમાં ઉભરી આવેલી તનુશ્રીએ પ્રાઈઝ મેળવ્યાની સાથે પોતાના ચિત્રથી વિશ્વના બાળકોને સંદેશો પણ આપ્યો છે.

Bhavnagar News : વિશ્વના 3.10 લાખ બાળકોનો ચિત્ર સ્પર્ધામાંથી 35ની જ પસંદગી, તનુશ્રીએ મારી બાજી
Bhavnagar News : વિશ્વના 3.10 લાખ બાળકોનો ચિત્ર સ્પર્ધામાંથી 35ની જ પસંદગી, તનુશ્રીએ મારી બાજી

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 5:48 PM IST

વિશ્વના બાળકોને સંદેશો

ભાવનગર : કલા એ ભગવાને આપેલ કુદરતને દેન છે ત્યારે નાનપણથી જ કલા પ્રત્યે રુચિ હોવી એ સ્વાભાવિક માનવામાં આવે છે. પરંતુ દરેક બાળકમાં રહેલી કલાને બહાર લાવવાનો પ્રયત્ન તેના ગુરુ અથવા તો માતા-પિતા દ્વારા થતો હોય છે. ભાવનગરની દીકરી તનુશ્રી કલા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાજી મારી છે. સમગ્ર વિશ્વની યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ભારતના બે પૈકી એક તનુશ્રી છે. ચાલો જાણીએ તેને ક્યુ બનાવ્યું હતું ચિત્ર, જેને પગલે તે લાખોમાંથી ઉભરી આવી છે.

જાપાનની ચિત્રસ્પર્ધામાં ઉભરી તનુશ્રી : જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ભાવનગરની જ્ઞાનગુરુ શાળામાં અભ્યાસ કરતી તનુશ્રી જીતેશભાઈ ભટ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારે તનુશ્રીએ જણાવ્યું હતું કે 14મી KAO ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ પેઇન્ટિંગ કોન્ટેસ્ટ જાપાન ખાતે યોજાઇ હતી.

ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં 131 દેશના 3.10 લાખ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ત્યારે 3.10 લાખ બાળ કલાકારો પૈકી માત્ર 35 લોકોની પસંદગી કરવાની હતી. ત્યારે ભારતમાંથી બે બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી તનુશ્રીના ચિત્રને પણ પસંદગી મળતા સમગ્ર ભારતના બે બાળકો પૈકી એક તનુશ્રી પણ શ્રેષ્ઠ રહી હતી. આમ તેને સર્ટિફિકેટ સાથે પ્રાઈઝ આપવામાં આવ્યું હતું...તનુશ્રી જીતેશભાઈ ભટ્ટ ( ચિત્રકાર )

તનુશ્રીનું ક્યુ ચિત્ર જે્ણે અપાવી સિદ્ધિ :જાપાનમાં ઇકો ફ્રેન્ડ પ્રાઈઝ અંતર્ગત 14મી KAO ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ પેઇન્ટિંગ કોન્ટેસ્ટ યોજાઈ હતી. જેમાં ત્રણ લાખ દસ હજાર બાળકોએ પોતાની રીતે ચિત્રો બનાવ્યા હતા. ત્યારે તનુશ્રીએ પણ પોતાના મનમાં ઊભરેલા ચિત્રને બનાવ્યું હતું. તનુશ્રીએ જણાવ્યું હતું કે તેને 14 મી ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ સ્પર્ધામાં આજના સમયમાં પ્લાસ્ટિક નાબૂદી માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે દર્શાવતું એક ચિત્ર તેના માનસપટ ઉપર ઉભર્યું હતું. જેથી તેને કાગળ ઉપર તે પ્રકારના એક ચિત્રને કંડારી નાખ્યું હતું. આથી તેને પ્રાઇસ મળ્યું છે.

બાળ પ્રતિભા

શિક્ષક પિતાની અન્યને શીખ :ભાવનગર જિલ્લાના કણકોટ ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેશભાઈ ભટ્ટની દીકરી તનુશ્રીએ સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો છે. 3,10,000 બાળકો પૈકી 35 ની અંદર ત્રીજા નંબર સ્થાન પામતા તેના પિતાએ જીતેશભાઈએ જણાવ્યું હતું કે એક શિક્ષક તરીકે બાળકોમાં નાનપણથી પર્યાવરણ માટે બીજ વાવીયે તો આગળના દિવસોમાં બાળકોને તેના પ્રત્યે રુચિ વધે છે અને આગળની આપણી પૃથ્વી હરિયાળી બને છે.ત્યારે બાળકોને આમાંથી પ્રેરણા મેળવવી જોઈએ.

  1. Varli Art: 1 કિમી લાંબા કાપડ પર વારલી આર્ટમાં રામાયણના પ્રસંગોને દોરવામાં આવશે
  2. જાપાન આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા; 7મા ધોરણની હસ્તીએ દોરેલા અમદાવાદ મ્યુઝિયમના ચિત્રને મળ્યો એવોર્ડ

ABOUT THE AUTHOR

...view details